મેલબર્ન 

મેલબર્નમાં રમાઈ રહેલી બોક્સિંગ-ડે ટેસ્ટમાં પ્રથમ દિવસ પૂરો થવા સુધીમાં ભારતીય ટીમે 1 વિકેટ ગુમાવીને 36 રન બનાવી લીધા છે. સાથે ઓસ્ટ્રેલિયા ટીમ પ્રથમ ઈનિંગમાં 195 રનમાં ઓલઆઉટ થઈ. આ રીતે ટીમે 159 રનની સરસાઈ મેળવી છે. હાલ, શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારા ક્રિઝ પર છે.

આ ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમવાર છે, જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમ બોક્સિંગ-ડે ટેસ્ટના પ્રથમ દિવસે ઓલઆઉટ થઈ છે. આ અગાઉ 2011માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટના પ્રથમ દિવસે 98 રન જ બનાવી શકી હતી. ભારતીય ઓપનર મયંક અગ્રવાલ ઈનિંગની પ્રથમ ઓવરમાં જ પેવેલિયનમાં પરત ફર્યો. તે ખાતું પણ ન ખોલાવી શક્યો. મિચેલ સ્ટાર્કે તેને LBW કર્યો. 

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં માર્નસ લાબુશેને સૌથી વધુ 48 અને ટ્રેવિસ હેડે 38 રનની ઈનિંગ રમી. ઝડપી બોલર જસપ્રીત બુમરાહે 4 અને સ્પિનર રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ લીધી. ડેબ્યુ મેચમાં મોહમ્મદ સિરાજને 2 વિકેટ મળી.

ઓસ્ટ્રેલિયાની શરૂઆતથી જ ખરાબ રહી હતી. ટીમે 38 રન પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન જો બર્ન્સ અને સ્ટીવ સ્મિથ ખાતું પણ ન ખોલાવી શક્યા. તેના પછી ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેને ઈનિંગ સંભાળી અને ચોથી વિકેટ માટે 86 રનની પાર્ટનરશીપ કરી. તેના પછી ટીમ સંપૂર્ણપણે પડી ભાંગી અને આખરે 71 રન બનાવવામાં 7 વિકેટ ગુમાવી દીધી.

ઝડપી બોલર મોહમ્મદ સિરાજે ડેબ્યુ ટેસ્ટમાં બે વિકેટ લીધી. તેમણે માર્નસ લાબુશેન (48) અને કેમરુન ગ્રીન (12)ને પેવેલિયનમાં મોકલ્યા. લાબુશેનનો કેચ શુભમન ગિલે ઝડપ્યો. સંજોગની વાત છે કે ગિલનો પણ આ ડેબ્યુ મેચમાં પ્રથમ કેચ રહ્યો હતો. ગ્રીનને સિરાજે એલબીડબ્લ્યુ કર્યો.