વડોદરા : કોરોનાની બીજી લહેર શાંત થતા એમ એસ યુનિવર્સિટી દ્વારા નવુ શૈક્ષણિક સત્ર શરુ કરી દેવામાં આવ્યું છે.રાજ્ય સરકારની એસઓપી મુજબ વાલીની સંમતિ તેમજ વેકસીન લેનાર વિદ્યાર્થીઓને ૫૦ ટકા ક્ષમતા સાથે ઓફલાઇનની સાથે ઓનલાઇન શિક્ષણ આપવાનું શરુ કરાયું છે.આમ તો ૧૫ મી તારીખથી ઓફલાઇન શિક્ષણ શરુ કરી દેવામાં આવ્યું હતું.પણ વિદ્યાર્થી દ્વારા જેમ જેમ સંમતિપત્ર તેમજ વેકસીનનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવી રહ્યા છે.તે પ્રમાણે વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવવામાં આવી રહ્યા છે.આજે કોમર્સ, આર્ટસ અને સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની હાજરી પાંખી જાેવા મળતી હતી.સવારે કોમર્સ ફેકલ્ટીમાં ટીવાય બીકોમના વર્ગમાં ગણતરીના જ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.તેવી જ રીતે એસવાય બીકોમના વર્ગમાં માત્ર ૩થી વધુ જ વિદ્યાર્થિનીઓ હાજર રહી હતી.તેમ છતાં પણ તેમને ઓફલાઇન શિક્ષણ આપવામાં આવ્યું હતું. જયારે પોલીટેકનીક, ટેકનોલોજી,સંસ્કૃત મહાવિદ્યાલય અને સોશ્યલ વર્કમાં વિદ્યાર્થીઓની હાજરી વધુ રહી હતી.યુનિ. સત્તાધિશોના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓની હાલની હાજરી જાેતા આગામી દિવસમાં કોલેજમાં ઓફલાઇન શિક્ષણ રાબેતા મુજબ થઇ જશે. ટીવાય બીકોમના ૪ હજાર એસવાય બીકોમના ૫૦૦૦ વિદ્યાર્થીઓ છે.વિદ્યાર્થીઓ માટે મેઇન બિલ્ડિંગ અને યુનિટ બિલ્ડિંગમાં ૧૪ ક્લાસ રૂમ, ૧૦૦ની કેપેસિટી, ૫૦ વિદ્યાર્થીઓને બેસાડાશે. ગર્લ્સ કોલેજમાં ૯ ક્લાસ રૂમ, ૧૦૦ની કેપેસિટી, ૫૦ વિદ્યાર્થીઓને બેસાડાશે.તમામ ફેકલ્ટીમાં રોજ ૫૦૦ને રોલ નંબર પ્રમાણે બોલાવી ઓફલાઇનની સાથે ઓનલાઇન શિક્ષણ ચાલુ રખાશે.દરેક બિલ્ડિંગની કેપેસિટી ૧ હજારની છે, જાેકે સોશિયલ ડિસ્ટન્સિંગના પગલે ૫૦૦ને જ બોલાવાશે. યુનિ.સત્તાધિશો દ્વારા વિદ્યાર્થીની સલામતીને ધ્યાને રાખીને સવારે તેમજ કોલેજ પછી ક્લાસરૂમ સેનેટાઇઝ કરીને વર્ગો શરૂ કરાવવામાં આવી રહ્યા છે.કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે જે વિદ્યાર્થી સેનીટાઇઝ લાવ્યા ન હોય તેમને સેનીટાઇઝરની સાથે માસ્ક પણ આપવામા આવશે.જયારે વિદ્યાર્થી સંગઠન દ્વારા વિદ્યાર્થીઓનું ફુલ આપીને સ્વાગત કરવામાં

આવ્યુ હતું.