રાજપીપળા

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ટેન્ટ સીટી-૨ ખાતે ૨૫-૨૬ નવેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી-૨ દેશની ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની ઉપસ્થિતમાં ૮૦ મી “ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ યોજાવાની છે.

ભારત દેશની લોકસભા દ્વારા યોજાતી એ કોન્ફરન્સમાં દેશના વિવિધ રાજ્યોની વિધાનસભા અધ્યક્ષો સહિત લોકસભા,રાજ્યસભાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કેવડિયા ટેન્ટ સીટી-૨ ખાતે કાર્યક્રમની તૈયારીઓનું સ્થળ નિરીક્ષણ કરવા આવી પહોંચ્યા હતા. દરમિયાન એમણે વિવિધ અધિકારિઓ સાથે એક બેઠક પણ યોજી હતી.તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત પણ લીધી હતી.

રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે એક્ઝીક્યુટીવ, લેજીસલેટિવ અને જ્યુડિશિયલી ત્રણેવનો વચ્ચેનો સમન્વય સારી રીતે થઈ શકે એક બીજામાં દખલ પણ ન થાય બંધારણમાં રહીને કામ થાય એ માટે આ કોન્ફરન્સ યોજાઈ રહી છે.સરદાર પટેલે લોહીનું એક ટીપું વ્હાવ્યા વગર એમની કુનેહ અને દીઘદ્રર્ષ્ટિથી ભારતને એક કર્યો એવા સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આ કોન્ફરન્સ યોજવા જઈ રહી છે.આ સ્ટેચ્યુ ૧૮૨ મીટર ઊંચું રાખવા પાછળનું કારણ ગુજરાતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા વિધાનસભાના ૧૮૨ સભ્યોનું પ્રતીક છે. વડાપ્રધાન ૨૬ મી નવેમ્બરે આ કાર્યક્રમના સમાપન વખતે પોતાની વર્ચ્યુઅલ સ્પીચ આપશે.