નવી દિલ્હી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ -અમેરીકામાં નવા પ્રમુખની વરણીની પ્રક્રિયા દરમિયાન વિદાયમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેકેદારો દ્વારા મોટા પાયે તોફાનો અને હિંસા આચરીને સત્તાના હસ્તાંતરણની સમગ્ર પ્રક્રિયાને ખોરંભે પાડી દેવાઈ, એ બાબતે -ચિંતા વ્યક્ત કરી છે.


મોદીએ આશા સેવી હતી કે, અમેરીકામાં સમગ્ર પ્રમુખીય સત્તાના હસ્તાંતરણની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પાર પાડવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, હિંસા અને તોફાનો જોઈને તેમને ચિંતા થઈ હતી અને ગેરકાયદે દેખાવકારોને લોકતંત્રની પ્રક્રિયાને ખોરંભે પાડવાની મંજૂરી આપી શકાય નહીં. અમેરીકામાં બુધવારે નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાયડેનને સત્તાની સોંપણી પર મહોર મારવા માટે બંને ગૃહોની બેઠક મળી ત્યારે વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેકેદારો દ્વારા હિંસા આચરવામાં આવતા ચાર જણાનાં મોત થયા હતા.