રાજપીપળા, ડેડિયાપાડા પંચાયત વિસ્તારમાં આવેલી ભૂગર્ભ ગટર યોજનાની ઉભરાતી ગટરનું ઢાંકણું ખોલવા જતાં એક સાથે બે યુવાનને ઝેરી ગેસની અસર થતાં બન્નેના સ્થળ પર જ જ્યારે એકને સારવાર અર્થે લઇ જતી વખતે મોત થયું હતું. આ ઘટનામાં ત્રણ યુવાનના કરૂણ મોત નિપજતાં સમગ્ર દેડિયાપાડામાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ છે. આ ગોઝારી ઘટનાની મળતી માહિતી મુજબ ડેડિયાપાડામાં રાત્રે ૯.૩૦ વાગ્યાના અરસામાં ડેડિયાપાડાના મુખ્ય બજારમાં તાલુકા પંચાયત કચેરીની સામે આવેલી ગટરનું ઢાકણ ખોલવા ગયેલા રોહિત દાદુ વસાવાનો પગ લપસી જતાં તેઓ ગટરની કુંડીમાં પડી ગયા હતા. જેઓ ઝેરી ગેસની અસર થવાથી અથવા પાણીમાં ડૂબી જવાથી બેભાન થઈ ગયા હતા.

 જેને બહાર કાઢી તેની સાથેના સોમા નાનજી વસાવા પણ અંદર પડી ગયેલા માટે તેમને બહાર કાઢવા ધર્મેશ સંજય પણ કુંડીમાં ઉતરતા તેઓ પણ બેભાન થઈ ગયા હતા.તેઓને બચાવવા માટે જીગ્નેશ સંજય વસાવાને લોકોએ કુંડીમાં પડી ગયેલા માણસોને બહાર કાઢ્યા હતા.તે પૈકી ધર્મેશ સંજય વસાવા, રોહિત રાજુ વસાવાના ઝેરી ગેસની અસરથી ગુંગળાઇ જવાથી સ્થળ પરજ મોત થયા હતા. જ્યારે સોમ નાનજી વસાવાને તાત્કાલિક સારવાર માટે રીફર કરવામાં આવતા સારવાર મળે તે અગાઉ રસ્તામાં જ મોતને ભેટ્યો હતો.ડેડિયાપાડા ટાઉનમાં ગોઝારી ઘટનાને લઈને નગરજનોમાં ઘેરા શોકની લાગણી જાેવા મળી હતી. ત્રણ ત્રણ યુવાનોના આકસ્મિક મોતના માનમાં મંગળવારના રોજ તાલુકા મથકે તમામ વેપારીઓએ સ્વંયભૂ બંધ પાળી સદગતોને અંજલિ અર્પણ કરી હતી. આ ઘટનાના પગલે બીજી તરફ ચૂંટણીની મતગણતરી થયા બાદ વિજેતા ઉમેદવારોએ પણ તાલુકા મથકેથી સભા સરઘસ કે બેન્ડવાજા વગાડવામાં આવ્યા નહોતાં હતા. સાદાઈથી વિજયની ઉજવણી કરવામાં આવી હતી.