ગુજરાત-

ગુજરાતમાં એસટીની સવારીને સલામત માનવામાં આવે છે. એસ.ટીનો  નારો છે, સલામત સવારી, એસટી અમારી આ નારાને અનુસરતા એસ.ટી બસોમાં અકસ્માત ટાળવા માટે બસોની ગતિ મર્યાદા પણ નક્કી કરી દેવાઈ છે. તેમ છતાં વાહન એ અકસ્માતને પાત્ર છે પરંતુ ક્યારેક કોઈ અકસ્માત એવો પણ થાય જેને જોતા જ શબ્દ નીકળી જા કે આને કહેવાય ચમત્કાર. આવો જ એક ચમત્કારીક બચાવ ખેડાના કઠલાલામાં  એસ.ટી બસના 32 મુસાફરોનો  થયો છે. બનાવની વિગતો એવી છે કે આજે ખેડા જિલ્લામાં એક એસટીનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. કઠલાલના અનારામાં થયેલા અકસ્માતમાં મુસાફરો ભરેલી એસટી અચનાક જ આગળ જઈ રહેલા ટ્રેલરમાં ધડામ કરતી ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત થતા જ મુસાફરોના ચીચીયારીઓથી માહોલમાં ભય ફેલાઈ ગયો હતો. જોકે, આસપાસના વાહન ચાલકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને મુસાફરોને તાત્કાલિક બહાર કાઢવા લાગ્યા હતા. દરમિયાન એમ્બ્યુલન્સ પણ આવી જતા તમામ મુસાફરોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. 'રામ રાખે એને કોણ ચાખે' બાકી આટલા ગમખ્વાર અક્સ્માતમાં જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યાતઓ હતી પરંતુ સદ્દનસીબે મુસાફરોનાં જીવ બચી ગયાં છે.