વડોદરા, તા.૧૩

વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય શહેરના કપુરાઈ ચોકડી પાસે આવેલા ‘વંદે કમલમ’નું ઉદઘાટન પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું, કાર્યાલયના ઉદ્ધાટનની સાથે ગુજરાત સ્ટેટ કો. ઓપરેટિવ એગ્રિકલ્ચર અને રૂલર ડેવલપમેન્ટ બેંક લિમિટેડ ખેતી બેંકનું પણ ઉદઘાટન કર્યું હતું. પ્રદેશ પ્રમુખે કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે જિલ્લા પ્રમુખ સતીશ પટેલને ટોણો મારતા કહ્યું હતું કે, તેમણે તો કાર્યાલયમાં માત્ર કલરનું પોતંુ મરાવ્યું છે. જમીન સહિત ખોખું તૈયાર તો તે વખતના જિલ્લા પ્રભારી, જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ મહામંત્રીને કાર્યાલયના નિર્માણમાં મોટો જશ જાય છે.

કાર્યાલયના ઉદઘાટન બાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે કમલમનું નિર્માણ કરવા માટે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝુંબેશ શરૂ કરી હતી. દેશમાં ગુજરાત રાજ્ય ઝુંબેશમાં સૌથી મોખરે છે. કાર્યકર્તાઓને લયમાં લાવવા માટે કાર્યાલય ખૂબ જરૂરી છે. તેમણે કહ્યુ હતુ કે, પહેલીવાર જ્યારે કાર્યાલય માટે ફંડ એકત્ર કરવા મુખ્ય આગેવાનોને બોલાવ્યા હતા. ત્યારે એકજ દિવસમાં ૧૦ કરોડનુ કમીટમેન્ટ ફક્ત ભાજપાના આગેવાનો અને કાર્યકરોએ આપેલુ, કાર્યાલયની જગ્યા થી લઈને બાંધકામ સુધીનો સૌથી મોટો જશ પરાક્રમસિંહ જાડેજા અને પૂર્વ પ્રમુખ અશ્વિન પટેલ અને પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટને જાય છે.સતીશભાઈએ તો માત્ર કલરનુ પોતુ મરાવ્યુ હશે. જાેકે,ચાલુ ભાષણ માંજ પ્રદેશ પ્રમુખને જિલ્લા પ્રમુખ કાંઈ કહેતા પ્રદેશ પ્રમુખે કહ્યુ હતુ કે, સતીશભાઈ સાચી વાત સ્વીકારવા તૈયાર નથી હવે તેમેજ કહો, હું પહેલા દિવસથી આનો સાક્ષી રહ્યો છું.

તેમણે એમપણ કહ્યું હતંુ કે, ઉધરાણી કરેલી ત્યારે પણ ફોન મારેજ કરવા પડ્યા હતા.બાકી છે તે માટે પણ મારેજ ફોન કરવા પડશે. જિલ્લા ભાજપ-પ્રમુખ સતીશ પટેલને સી.આર. પાટીલે ટોણો મારતાં કહ્યું હતું કે સતીશ પટેલથી પાપડ પણ તૂટવાનો નથી. હવે બાકી ફંડ ભેગું કરવાની જવાબદારી શૈલેષભાઈ મહેતાને આપવી પડશે. વધુમાં કહ્યું હતું કે દેશમાં મહિલાઓને વડાપ્રધાને સુરક્ષા આપી છે. બહેનોને પંચાયત, નગરપાલિકામાં ૫૦ ટકા અનામત આપી છે. લોકસભા વિધાનસભામાં ૩૩ ટકા અનામત આપી સાથે સૈન્ય, સ્પેસ, રેલવે સહિત દરેક ક્ષેત્રે બહેનોને જાેડી છે. યુવાનો માટે અનેક યોજનાઓ બનાવી છે. ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવ્યા અને ડાયરેક્ટ ખાતામાં રૂપિયા આવે એવા પ્રયાસ કર્યા છે.

તેમણે ૨૦૨૪ની ચૂંટણીમાં સામાવાળા ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થવી જાેઈએ અને દરેક બેઠક ૫ લાખથી વધુ મતથી જીતવાની છે. વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ‘વંદે કમલમ’માં ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રમુખ અને મહામંત્રીની ઓફિસ સાથે મોરચાની બે ઓફિસ સાથે પેન્ટ્રી છે. પ્રથમ માળે ૩૨ વ્યક્તિની ક્ષમતા સાથેનો કોન્ફરન્સ રૂમ, ૫૦ની કેપિસિટીનો મીડિયા રૂમ, વીઆઈપી રૂમ છે. બીજા માળે ૩૦૦ની કેપિસિટી સાથેનો કોન્ફરન્સ હોલ સાથે ઈ-લાઇબ્રેરી, વીઆઈપી રૂમ અને સોશિયલ મીડિયા રૂમ આવેલો છે.