મેડ્રિડ

ચેમ્પિયન લીગના ચાર ખિતાબ જીતનાર સેર્ગીયો રામોસ ૧૬ વર્ષ પછી રીઅલ મેડ્રિડ ફૂટબૉલ ક્લબથી રવાના થશે. એક પ્રેસ કોન્ફરન્સમાં ક્લબ દ્વારા કેપ્ટન રામોસને વિદાયની ઘોષણા કરવામાં આવી હતી. પાંત્રીસ વર્ષના ડિફેન્ડર રામોસ નવો કરાર સુરક્ષિત કરી શક્યા નહીં અને ફ્રી એજન્ટ તરીકે રવાના થશે. ગત સિઝનમાં તે ઈજાઓને કારણે મોટાભાગની મેચમાંથી બહાર હતો અને યુરો ચેમ્પિયનશિપ માટે સ્પેનની ટીમમાં પસંદ થયો ન હતો. તે સ્પેનિશ ટીમનો ભાગ હતો જેણે યુરો ૨૦૦૮, વર્લ્ડ કપ ૨૦૧૦ અને યુરો ૨૦૧૨ જીતી હતી.