સુરત-

પુણા ગામ ખાતે રહેતા ધોરણ 8 ના વિદ્યાર્થીએ બાથરૂમમાં નહાવા જવાનુ માતાને જણાવી ગાઉનને હુંક સાથે બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. પુત્રને લટકતી હાલતમાં મળી આવતા પરિવારજનોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. વિદ્યાર્થીઓના મોત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે આ વિદ્યાર્થી સતત મોબાઇલમાં ગેમ રમતો હોવાનું જાણવા મળ્યું છે, જેને કારણે તેને મોબાઇલની લતને કારણે પણ આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તારણ છે.પુણા ગામ ખાતે રેશમા રો હાઉસ પાસે શિવમ એવન્યુમાં રહેતા રાજેશ લાહોટી રિંગરોડ ખાતે અન્નપૂર્ણા માર્કેટમાં સાડીનો વેપાર કરે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તેમનો 13 વર્ષીય પુત્ર રાહુલ ડુમસ ખાતે મહેશ્વરી શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. લોકડાઉન થયું ત્યારથી શાળાઓ બંધ હોય અને હાલ ઓનલાઈન શિક્ષણ ચાલતું હોવાથી તે મોબાઈલથી અભ્યાસ કરી રહ્યો હતો. આ દરમિયાન રાહુલે માતાને ન્હાવા જતો હોવાનું જણાવ્યું હતું. અડધા કલાક થઈ ગઈ છતાં તે બાથરુમની બહાર ન આવતા માતાએ દરાવોજ ખખડાવ્યો હતો.માતાએ બાથરુમનો દરવાજો ખખડાવ્યો તેમ છતાં કોઈ જવાબ નહીં મળતા પાડોશીને બોલાવી બાથરૂમનો દરવાજો તોડવામાં આવ્યો હતો. બાથરૂમમાં જોતા જ રાહુલ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો અને પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં જોતા જ માતા શોકમાં ગરકાવ થઈ ગઈ હતી.