વડોદરા,તા. ૧૮ 

છેલ્લા ઘણા સમયથી રાજ્યભરના શિક્ષકો ૪૨૦૦ ગ્રેડ પે ના મુદ્દાને લઈને આંદોલન પર ઉતર્યા છે. જેને કારણે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ૧૭ જુલાઈના રોજ જાહેરાત કરીને શિક્ષકોને મળવાપાત્ર લાભ અટકાવતો પરિપત્ર રદ્દ કર્યો હતો. જેથી ૨૦૧૦ પછી નિમણુંક પામેલા રાજ્યના ૬૫ હજારથી વધુ શિક્ષકોને રાહત થઇ છે. સરકાર દ્વારા જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓના શિક્ષકોના ૪૨૦૦ ગ્રેડ પે માટે જાહેરાત કરાઈ છે. પરંતુ તે ઓર્ડરમાં મહાનગર પાલિકાનો ઉલ્લેખ કરાયો નથી. જો ભરતી, બદલી, બઢતી તથા કામગીરી માટેના બધા જ નિયમો સમાન હોય તો ગ્રેડ પે માં રાખવામાં આવેલી આ વિષમતા દૂર કરવા માટે વડોદરા નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ મુદ્દાને લઈને આજે પ્રતીક ઉપવાસ કરીને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.