દિલ્હી-

ઝારખંડમાં ગુરુવારે એમટીએમ માં આગ ભભૂકી ઉઠી અને 12 લાખ રૂપિયાની નોટોનો બળીને ભષ્મ થઇ ગઈ. સ્થાનિકોએ આ ઘટનાને પોલીસ અને ફાયર બ્રિગેડની બેદરકારી દાખવવા માટે દોષી ઠેરવ્યા છે.

મળતી માહિતી મુજબ, જમશેદપુર શહેરના ગોવિંદપુર વિસ્તારમાં, ફાટક રોડ પર બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં ​​શોટ સર્કિટને કારણે આગ લાગી હતી. તે સમયે આ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાને કારણે, આગ ફાટી નીકળી હતી. આ અંગે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે તે પહેલા, એટીએમ મશીન ભષ્મીભૂત થઇ ગઈ હતી. આગને કારણે એટીએમ મશીનની લગભગ 12 લાખ રૂપિયાની નોટોનો નાશ થયો હતો. સ્થાનિકોએ આગ બુઝાવવા નો પ્રયાસ કર્યો, તેથી તે નજીકની બિલ્ડિંગમાં ફેલાયો નહીં. દરમિયાન સ્થાનિક લોકોએ મોડુ થવા બદલ, પોલીસ અને ફાયર વિભાગને દોષી ઠેરવ્યા છે. આગની જાણ થતાં પોલીસ અને અગ્નિશામક દળ મોડેથી ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાં સુધીમાં એટીએમ મશીન અને તેમાં રહેલી નોટો સળગી ગઈ હતી. જો ફાયર બ્રિગેડ દળ સમયસર પહોંચ્યુ હોત તો, 12 લાખ રૂપિયાનુ નુકસાન ટાળી શકાય તેમ હતુ, તેમ સ્થાનિકોએ જણાવ્યુ હતુ.