વલસાડ-

વલસાડના એક યુવકનો કંપનીએ પગાર ના કરતા યુવક ATM તોડવા બેસ્યો, ATM તૂટે તે પહેલા જ પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે. વલસાડ રૂરલ પોલીસ ના જી આર ડી ના જવાન ની સજાગતા ના કારણે બેંક ઓફ બરોડા ના રૂપિયા ચાર થી પાંચ લાખ બચી ગયા છે.

વલસાડ તાલુકાના દુલસાડમાં રહેતા એક શખ્સે ATM તોડવાનો પ્રયાસ કરતા પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો હતો.દુલસાડમાં રહેતા વિજય ઉર્ફે વિપુલ નારણભાઈ પટેલ નામનો યુવક તેની કંપની દ્વારા તેના ખાતામાં જમા કરાવેલો પગાર ઉપાડવા માટે બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં ગયો હતો. પરંતુ, કંપનીએ તેના ખાતામાં પગાર જમા કરાવ્યો ના હતો. આથી વિજય નારાજ થયો હતો. બાદમાં વિજય પોતાના ઘરે ગયો હતો અને હથોડી-છીણી લાવી પરત ATM સેન્ટર પર આવ્યો હતો અને ATM તોડવાની શરૂઆત કરી હતી. આ સમયે નાઈટ પેટ્રોલીંગ કરી રહેલા રૂરલ પોલીસના GRD જવાન ATM સેન્ટર ચેક કરવા આવતા જ વિજય ATM તોડતા રંગેહાથ ઝડપાયો હતો. વલસા઼ડ રૂરલ પોલીસે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.