અમદાવાદ-

અમદાવાદમાં કોરોનાની બીજી લહેર ઘણીજ ઘાતક સાબિત થઈ હતી. જાેકે હાલ સંક્રમણ ઘટી ગયું છે પરંતુ હવે શહેરમાં ઋતુજન્ય રોગોએ આતંક ફેલાયો છે. જેના કારણે ફરી અમદાવાદીઓના માથે સંકટ છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ચોમાસુ શરૂ થતાની સાથેજ અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઋતુ જન્ય રોગોમાં વધારો થયો છે.

સોલા સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતાર જાેવા મળી રહી છે. લાઈન એટલી લાંબી હોય છે કે બે કલાક સુધી લોકોને રાહ જાેવી પડે છે. જેના કારણે કોરોના સંક્રમણ પણ ફરી વધી શકે છે. કેસ કઢાવા માટે દર્દીઓ લાંબા સમય સુધી લાઈનમાં ઉભા રહે છે. જેના કારણે બિમાર દર્દીઓ હાલ સોલા સિવિલમાં ભારે હાલાંકીનો સામનો કરી રહ્યા છે.

મોટા ભાગના કેસમાં ઝાડા-ઉલ્ટી, તાવ અને મેલેરિયાના લક્ષણો જાેવા મળી રહ્યા છે. જેના કારણે દર્દીઓને એક તરફ કોરોના સંક્રમણની ઝપેટમાં તો નથી આવી ગયા તેનો ભય રહેતો હોય છે. ખાસ કરીને શરદી, સાદો તાવ જેવા કેસમાં ધરખમ વધારો થયો છે. હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓને લઈને યોગ્ય વ્યવસ્થા નથી કરવામાં આવી રહી જેના કારણે તેમને ૨ કલાકતો માત્ર લાઈનમાં ઉભા રહેવું પડે છે.ઉલ્લેખનીય છે કે શહેરમાં હજું તો ચોમાસાનું આગમન થયું છે. હજુ ૨ થી ૩ મહિના સુધી વરસાદની સીઝન રહેશે. પરંતુ તે પહેલાજ રોગચાળો વકર્યો છે. શહેરમાં એકજ સપ્તાહમાં મેલેરિયાના ૧૦ જેટલા કેસ નોંધાયા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે. ઉપરાંત ઝાડા-ઉલ્ટી જેવા કેસ પણ વધી રહ્યા છે.