ક્રોએશિયા

ડાયનામો ઝગરેબના કોચ જોરાન મેમિચે કરચોરી અને છેતરપિંડીના કેસમાં ક્રોએશિયાની સુપ્રીમ કોર્ટ દ્વારા લગભગ પાંચ વર્ષની સજાની પુષ્ટિ કર્યા પછી પદ છોડ્યું છે. મેમિચે ક્રોએશિયાની ચેમ્પિયન ટીમ ટોટનહામ સામેની યુરોપા લીગ મેચના થોડા દિવસો પહેલા પદ છોડ્યું હતું. મેમીચે સોમવારે મોડી સાંજે એક નિવેદનમાં કહ્યું હતું કે જોકે હું દોષિત નથી લાગતો કેમ કે મેં અગાઉ કહ્યું છે કે જો ર્નિણય અંતિમ છે તો હું તેને સ્વીકારું છું અને જી.એન.કે. ડાયનામોના મુખ્ય કોચ અને રમત-ગમતના ડિરેક્ટર પદથી રાજીનામું આપું છું. તેમણે કહ્યું હું ક્લબને ભવિષ્યમાં રમતગમતની સ્પર્ધાઓમાં સારા નસીબ અને સફળતાની ઇચ્છા કરું છું.