અમદાવાદ-

ધોરણ 10 અને 12 ના રિપીટર વિધાર્થીઓને માસ પ્રમોશન આપવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી . આ અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી કોર્ટે કહ્યું હતું કે રાજ્ય સરકાર પરિક્ષાનું અયોજન કરે અપડે શિક્ષણનું સ્તર ઊંચું લાવાનું છે. નીચે નથી લઇ જવાનું.કોરોના ગાઈડલાઈન પ્રમાણે સરકાર પરીક્ષાની તૈયારી કરે

આજે હાઇકોર્ટમાં રિપીટર વિધાર્થીઓને માસ પ્રમોશન અને પરિક્ષા રદ કરવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી આજે કોર્ટે ફગાવી હતી. અરજદારે રજુઆત કરી હતી કે કોલેજમાં એડમિશન ચાલુ થઈ ગયા છે તો આ વિધાર્થીઓને ક્યારે એડમિશન મળશે.ત્યારે કોર્ટે કહ્યું હતું કે પરિક્ષાનું આયોજન થવું જ જોઈએ અને સરકારે પણ કોર્ટમાં કહ્યું હતું કે કોરોના ગાઈડલાઈને અનુસરીને અમે વ્યવસ્થા કરી છે. ત્યારે અરજદારે કહ્યું હતું કે કોરોના સંક્રમણ ફેલાય તેની જવાબદારી સરકાર લેશે? હજી રસી પણ આવી નથી. ત્યારે કોર્ટે કહ્યું હતું કે કોઈની સરખામણી ના કરો પરિક્ષા લેવાશે. અગાઉ ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા પણ માસ પ્રમોશન અંગે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી જેને લઈને કોર્ટે કહ્યું હતું કે રેગ્યુલર અને રિપિટર વિધાર્થીઓની સરખામણી ના કરો પરિક્ષા પર ધ્યાન આપો. ત્યારે વાલી મંડળે વચ ગાળાનો રસ્તો કાઢવા કહ્યું હતું.