વડોદરા, તા. ૧૬

સાયાજીબાગમાં ઝૂમાં હિપ્પોપોટેમસે રાઉન્ડ પર ગયેલા ઝૂ ક્યુરેકટર અને સિક્યુરિટી જવાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બંન્ને જણાને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જાે કે બંન્ને ઇજાગ્રસ્તો હજુ પણ સંપૂર્ણ સ્વસ્થ ન હોવાના કારણે તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જેમાં ઝૂ ક્યુરેટરને બચાવવા માટે કુદી પડેલા સિક્યુરીટી જવાનને હવે પગ ગુમાવવાનો વારો આવ્યો છે.

સયાજીબાગમાં વિવિધ પ્રકારના હિંસક પ્રાણીઓનું પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રહાલયમાં ઝૂ ક્યુરેટર તરીકે પ્રત્યુષ પાટણકર ફરજ બજાવે છે. સમયાંતરે તે ઝૂમાં સિક્યોરીટી જવાન સાથે પ્રાણીઓની આરોગ્યલક્ષી તપાસ માટે જતા હોય છે. ત્યારે તા. ૯ માર્ચના રોજ પણ ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર સિક્યોરિટી જવાન સાથે પ્રાણીઓની સુરક્ષા તેમજ આરોગ્યલક્ષી તપાસ માટે રાઉન્ડમાં નીકળ્યા હતાં. જેમાં તેઓ હિપ્પોપોટેમસને રાખવામાં આવતા પિંજરામાં ગયા હતા. ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર કંઇ વિચારે તે પહેલા જ ભુરાંટા બનેલા હિપ્પોએ જીવલેણ હુમલો કરી ચાર –પાંચ બચકા ભરી લીધા હતાં. હિપ્પોએ હુમલો કરતા જ પ્રાણીઓ વિષે જાણકાર ઝૂ ક્યુરેટર મરી જવાના ડોળ કરી હિપ્પો પાસે જમીન ઉપર સુઇ ગયા હતા. જેના કારણે તેઓનો આબાદ બચાવ થયો હતો. નહી તો હિપ્પોએ તેઓને મારી નાખ્યા હોત. તે દરમિયાન સિક્યોરીટી જવાન બચાવ માટે આવી પહોંચતા હિપ્પોઅએ સિક્યોરીટી જવાન ઉપર પણ જીવલેણ હુમલો કરી દીધો હતો. હિપ્પોએ કરેલા જીવલેણ હૂુમલામાં પ્રત્યુષ પાટણકર અને સિક્યોરીટી જવાનને મલ્ટિરપલ ફ્રેકચર થતા બંન્ને ઇજાગ્રસ્તોને અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જેમાં ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરને નરહરિ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તાજેતરમાં જ તેમણા એક પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તે જ રીતે ઇજાગ્રસ્ત સિક્યુરીટી જવાન રોહિતભાઇને પણ જેતલપુર રોડ પરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યાં તેમણી સારવાર ચાલી રહી હતી ત્યા તેમણા જમણા પગ કાપવાની સ્થિતિ સર્જાઇ છે. તેમ વડોદરા કોર્પોરેશનના પાકર્સ એન્ડ ગાર્ડન ડાયરેકટર મંગેશ જયસ્વાલે જણાવ્યું હતું. જયારે અંગે સ્થાયી સમિતિના ચેરમેન હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ઝેરી વસ્તુના કારણે તેમણા પગમાં ઇન્ફેકશન વધી જવા પામ્યું હતુ. જાે કે સિક્યુરીટી જવાનના જીવ બચાવવા માટે તેમણો જમણો પગ કાપવા પડયો છે જેથી હવે તે ખતરાની બહાર છે.