કોરોના સંકટને કારણે આ વર્ષે સૌ કોઈ પોતના ઘરે પરિવાર સાથે યોગ કરી રહ્યા છે. જો કે, યોગ અને પ્રાણાયામમાં શીર્ષાસનને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ જ કારણે મૂળ અમદાવાદના એવા જાણીતા ઈન્ટરનેશનલ યોગા એક્સપર્ટ ગીની શાહે દિવ્ય ભાસ્કરના વાચકો માટે ખાસ શીર્ષાસન શીખવી રહ્યા છે. બિગીનર લેવલથી આ આસન કેવી રીતે કરી શકાય તે સાવ સરળ રીતે સમજાવી રહ્યા છે.

શીર્ષાસન કરવાથી ડિપ્રેશનની બિમારી મટી શકે છે, એટલું જ નહીં સ્ટ્રેસને પણ ભગાડી શકાય છે. તેમના મતે હાઈ બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ હોય તો તે પણ દૂર થાય છે. ગીની શાહના મતે આ આસનથી ફેસનો ગ્લો વધે છે, વાળ ખરવાની તકલીફ દૂર થાય છે અને સોલ્ડર પણ મજબૂત થાય છે.