બનાસકાંઠા-

થરાદ તાલુકામાં તાજેતરમાં કુદરતી માવઠાના કારણે ખેતરમાં ઉભા પાક તેમજ કાપણી કરેલા પાકમાં પાણી ભરાઇ જવાથી બાજરી, જુવાર, મગ, તલ બિજડા તેમજ અન્ય પાકને ભારે નુકસાન થયેલ છે. જેથી થરાદ વિસ્તારના ખેડૂતોને ભયંકર નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. જોકે, અત્યારે તો ખેડૂતને પડતા ઉપર પાટું લાગી છે. ત્યારે સરકારના નીતિ નિયમ મુજબ નુકસાન થયેલા તમામ વિસ્તારનો તાત્કાલિક ધોરણે સર્વે કરી ‘મુખ્યમંત્રી કિશાન સહાય યોજના' લાગુ કરી ખેડૂતોને સહાય આપવા થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે.


બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદમાં ખેડૂતો કુદરતી આફતો જેવી કે, કમોસમી વરસાદ, શિયાળું સીઝનમાં તીડ જેવા અનેક પ્રકારના નુકશાનનો સામનો કરી રહેલા ખેડૂતોની વારે સરકાર આવે તેવી થરાદના ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જ્યારે અતિવૃષ્ટિ હોય કે પછી તીડનું આક્રમણ હોય પણ ખેડૂતો હિંમત હારતા નથી. ત્યારે તાજેતરમાં સતત ત્રણ દિવસ પડેલા કુદરતી કમોસમી માવઠાના કારણે ખેડૂતોના ખેતરમાં ઊભો પાક તેમજ કાપણી કરેલા પાકમાં પાણી ભરાઇ જવાથી બાજરી, જુવાર, ગવાર તેમજ અન્ય પાકને અને ઘાસચારામાં ભારે નુકસાન થયેલ છે. જેથી થરાદના નાના ખેડૂતોને ભયંકર નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.'મુખ્ય મંત્રી કિસાન સહાય' યોજના અંતર્ગત સહાય આપવા ધારાસભ્યની માંગજ્યારે સરકારના નીતિ-નિયમ મુજબ ખેડૂતોને નુકસાન થયેલા તમામ વિસ્તારનો સર્વ કરાવી ખેડૂતોને મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે તેવી થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ગુજરાત રાજ્યના કૃષિ પ્રધાન આર.સી.ફળદુ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરી છે.