મહેસાણા

મહેસાણા પોલીસ ટીમે ઉત્તર ગુજરાત સહિત બીજા જિલ્લામાં ઘરફોડ આરતી ગેંગના બે ગુનેગારો પલાસ વિજય દીપાભાઇ અને પલાસ નિલેશ ઉર્ફે લીલો સુભાષ નગરસીંગ પકડાયા છે. મહેસાણામાંથી બેને શંકાસ્પદ હાલતમાં ઝડપી પૂછપરછ કરતા તેઓ દાહોદ ગેંગના હોવાનું સામે આવ્યું અને અગાઉ કરેલા ગુનાને પણ કબૂલાત કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા પોલીસ ટીમની બાતમી અને સાયબર સેલની મદદથી ગુનેગાર દાહોદની ગેંગના હોવાનું જાણવામાં આવ્યું હતું. જેને લઇને પી.એસ.આઇ ડી.એન. વાજા સહિત ટીમે મહેસાણાથી ૨ આરોપીને ઝડપી પાડ્યા છે. જેઓની બાદમાં તલસ્પર્શી પુછપરછ કરતા તેઓએ બાવલુ, બીજાપુર, ઊંઝા, અમદાવાદ, માંડલ અને બોટાદમાં ચોરી કરી હોનાનું કબૂલ્યું હતું. ઘરફોડ ચોરીઓ કરવામાં રીઢા એવા આરોપીઓ અગાઉ રોડ બનાવવાની મજૂરીએ આવતા હતા અને જગ્યા અગાઉથી જાેઇ લેતા હતા. બાદમાં હાઇવે રોડની સાઇડમાં આવેલી કોટન જીનીંગની આવેલી ઓફીસને ટાર્ગેટ બનાવી રાત્રીના સમયે બારી તથા દરવાજા તોડી ગુનાને અંજામ આપતા હતા.