મુંબઈ

'ક્રાઇમ પેટ્રોલ' તથા 'સાવધાન ઇન્ડિયા' જેવી લોકપ્રિય ટીવી સિરિયલમાં કામ કરનારી બે ટીવી એક્ટ્રેસની ચોરીના ગુનામાં મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. કોરોનાકાળમાં લૉકડાઉનને કારણે શૂટિંગ બંધ હતા. આથી બંને આર્થિક તંગીનો સામનો કરતી હતી. તેમનો એક મિત્ર મુંબઈની આરે કોલોનીમાં પેઇંગ ગેસ્ટ ચલાવતો હતો. અહીંયા બંને થોડાં સમય પહેલાં જ આવી હતી.

આરે કોલોનીના રોયલ પામ વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં રહેતા વ્યક્તિના ઘરે ૧૮ મેના રોજ આ બંને એક્ટ્રેસ પેઇંગ ગેસ્ટ બનીને રહેવા આવી હતી. આ દરમિયાન તેમણે આ ઘરમાં પહેલેથી રહેતા પેઇંગ ગેસ્ટના લૉકઅપમાંથી ૩ લાખ ૨૮ હજાર રૂપિયા લઈને રફુચક્કર થઈ ગઈ હતી.પેઇંગ ગેસ્ટ આરે પોલીસ સ્ટેશનમાં ટીવી એક્ટ્રેસ સુરભિ સુરેન્દ્રલાલ શ્રીવાસ્તવ (૨૫) તથા મોસિના મુખ્તાર શેખ (૧૯)એ પૈસાની પોટલી ચોરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. પોલીસે તપાસ દરમિયાન સીસીટીવી ફુટેજની તપાસ કરી તો બંને એક્ટ્રેસિસ પોટલી સાથે બહાર જતી જાેવા મળી હતી.

જ્યારે પોલીસે બંનેને સીસીટીવી બતાવ્યા તો તેઓ ભાંગી પડ્યાં હતાં અને પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો.આરે પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારી નૂતન પાવરે કહ્યું હતું કે બંનેએ 'ક્રાઇમ પેટ્રોલ' તથા 'સાવધાન ઇન્ડિયા' ઉપરાંત અનેક વેબ સિરીઝમાં કામ કર્યું છે. પોલીસે આ બંને પાસેથી ચોરી કરેલા ૫૦ હજાર રૂપિયા જપ્ત કર્યાં છે. બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે ૨૩ જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી લીધી છે.