વડોદરા-

ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) એ વડોદરાથી પ્રતિબંધિત એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 163 ગ્રામ એમડી ડ્રગ કબજે કરવામાં આવ્યું છે. બજારમાં તેની કિંમત 16 લાખ રૂપિયા જણાવી રહી છે.

મળતી માહિતી મુજબ ગુપ્ત માહિતીના આધારે એટીએસ પોલીસ અધિકારી પિનાકિન પરમારની આગેવાની હેઠળ એટીએસ અધિકારી અને વડોદરા એસઓજીની ટીમે આ સફળ ઓપરેશન હાથ ધર્યું હતું. બંને આરોપીઓને એમડી ડ્રગ્સ સાથે નટરાજ ટોકીઝ કમ્પાઉન્ડ પાસે સ્થિત બાટા શો રૂમની સામેથી ધરપકડ કરવામાં આવી હતી. બંનેની ઓળખ અમન મોહમ્મદ હનીફ શેખા (20) રહેવાસી આઝાદનગર વોટર પમ્પ, ઇન્દોર તથા મોહમદ્રીઝવાન મોહમદરસીદ ખાન (19) રહેવાસી આઝાદનગર વોટર પમ્પ, ઇન્દોર તરીકે થઈ છે.

બંને જણાએ પુછપરછમાં ખુલાસો કર્યો હતો કે માદક પદાર્થ બંને આમીરખાન લાલ ઈન્દોરથી લાવ્યાં હતાં અને લાલ ટી શર્ટ અને માથા પર કાળી કેપ પહેરીને વડોદરા આવેલા એક વ્યક્તિને આપવાના હતા. જો કે, આ પહેલા જ અધિકારીઓ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસ અધિકારી દ્વારા બંનેને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી આરંભી છે.