વડોદરા, તા.પ

વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે ગ્રીનેથોન-ર૦ર૦ હેઠળ સ્વૈચ્છિક સંસ્થા એઈડ દ્વારા કમાટીબાગ ગેટ ખાતે પર્યાવરણ બચાવો, માનવજાત બચાવો સંદર્ભે પોસ્ટર્સ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરે કલેકટર કચેરીના પ્રાંગણમાં વડનોરોપ વાવીને વિશ્વ પર્યાવરણ દિનની

ઉજવણી કરી હતી. એઈડ સંસ્થા દ્વારા છેલ્લાં ૯ વર્ષથી કમાટીબાગ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસે ગ્રીનેથોનનું આયોજન કરવામાં આવે છે. આ વરસે પણ કોરોનાની મહામારીના કારણે ગ્રીનેથોનને બદલે કમાટીબાગ કાલાઘોડા સર્કલ પાસે પર્યાવરણ અંગેની જનજાગૃતિના પોસ્ટર્સ પ્રદર્શન સાથે અનેક પર્યાવરણપ્રેમીઓ

હાજર રહ્યા હતા.

જ્યારે વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે આજે વટસાવિત્રી અને પર્યાવરણ પર્વનો સુભગ સમન્વય સાધતાં કલેકટર કચેરીના પ્રાંગણમાં વિશ્વ પર્યાવરણ દિનને અનુલક્ષીને વડના રોપાનું વાવેતર નવા પ્રકારના સેલ્ફ વોટરિંગ ટ્રી ગાર્ડની સુવિધા હેઠળ કર્યું હતું. તેમની સાથે અધિક નિવાસી કલેકટર ડી.આર.પટેલ તથા આઈએએસ પ્રોબેશનર આનંદુએ સીસમના રોપનું વાવેતર કર્યું હતું.

જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, વારંવાર પૂર, ભારે વરસાદ, નબળો વરસાદ જેવી કુદરતી આફતોનો સામનો કરવો પડે છે ત્યારે તેની સામે બચાવ માટે દરેક વ્યÂક્ત પર્યાવરણના રક્ષણ અને સંવર્ધનનો પ્રયત્ન કરે અને શક્ય તેટલા વૃક્ષો ઉછેરી અને તેમનું રક્ષણ કરી વનસ્પતિ વૈવિધ્ય જાળવવામાં યોગદાન આપે. પ્રત્યેક વ્યÂક્તએ કોરોના વોરિયરની જેમ પ્રકૃતિના સંરક્ષક બનવું જાઈએ અને દૈનિક જીવનના કામોમાં પર્યાવરણને કોઈ નુકસાન ન થાય

એની કાળજી લઈને યોગદાન આપવું જાઈએ. તેમણે વાવેલા છોડને રક્ષણ મળે અને ૧પ દિવસ સુધી જમીનનો ભેજ જળવાય એવા વૃક્ષરક્ષક પીંજરાના વિકાસ માટે યુવા સાહસિક ઋÂત્વજ પુરોહિતને અભિનંદન આપ્યા હતા.

સમા મામલતદારની કચેરીમાં વૃક્ષ સુકાયા ઃ દારૂની ખાલી બોટલો મળી

વડોદરા શહેરના લોકોને મુશ્કેલી પડે નહીં તે માટે ઝોનવાઈઝ મામલતદાર કચેરી બનાવવામાં આવી છે. સમા તળાવ પાસે આવેલી ઉત્તર ઝોનની મામલતદાર કચેરી થોડા મહિના પૂર્વે જ કાર્યરત થઈ છે પરંતુ જાળવણીના અભાવે કંપાઉન્ડમાં ઉગાડેલા ફૂલછોડ સુકાઈ ગયા છે તેમજ કંપાઉન્ડમાં દારૂની ખાલી બોટલો મળી આવતાં લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. સામાજિક કાર્યકરે આજે ઉત્તર ઝોન મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે, આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ છે પરંતુ વડોદરા શહેરના સ્માર્ટ સિટીના જવાબદાર અધિકારીઓ દ્વારા શહેરના ઉત્તર ઝોન કચેરી સમા તળાવ પાસે આવેલ મામલતદાર કચેરીમાં દારૂની ખાલી બોટલો અને જે વૃક્ષ તેમજ છોડ વાવવામાં આવ્યા હતા. પરંતુ તેની કાળજી ન લેવાના કારણે હાલ છોડ સૂકાઈ ગયેલી હાલતમાં જાવા મળે છે, તો શું તંત્ર નિદ્રામાં છે તેનું ઉત્તમ ઉદાહરણ આજે વિશ્વ પર્યાવરણ દિવસે જાવા મળ્યું હતું.