રાજકોટ-

ખાવડા નજીકના લુડીયા ગામે લાંબા સમયથી ચાલતા વિવાદને પગલે મંગળવારે બપોરે બે જુથ વચ્ચે સામ-સામે ધારીયા ધોકા કુહાડી, લોખંડના પાઈપ, લાકડી જેવા ઘાતક હથિયારો હત્યાના પ્રયાસ સાથે ખૂની ખેલ ખેલાયો. જેમાં દસ જણાઓને ઇજાઓ પહોંચી હતી. ખાવડા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ પરથી ૩૦ લોકો સામે રાયોટીંગ સહિતનો ગુનો નોંધીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોવારવાંઢનો લિયાકતઅલી રસીદઉલ્લા અને ઓસમાણ સિધિક નોડે બેઉ ભેગાં મળી લોકોની છેતરપિંડી આચરતાં હતા. છેતરપિંડીના નાણાંની ભાગબટાઈમાં બેઉ વચ્ચે ઝઘડો થતાં લાંબા સમયથી બંને એકબીજાના કટ્ટર દુશ્મન બની ગયા હતા..બન્નેના સગાસબંધીઓ વચ્ચે અવારનવાર ચકમક ઝરતી હતી. થોડાંક સમય અગાઉ આ જ વેરઝેરમાં ભુજના લખુરાઈ ચાર રસ્તાએ પિતા-પુત્ર જોડે મારામારી થઈ હતી. તો, પંદરેક દિવસ અગાઉ ખાવડા રોડ પર આવેલા ચાંદ ફાર્મ નજીક પણ બે જણને માર મરાયો હતો. બંને હત્પમલાના બનાવની ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદો નોંધાયેલી છે. 

ફરી લુડીયા ગામે બે જૂથ વચ્ચે મારક હથિયરો સાથે અથડામણ થઇ હતી. જેમાં લુડીયાના મારખ હાજી અઝીઝ નોડે મસ્જીદમાંથી કુટુંબીઓ સાથે નમાઝ પઢીને બહાર જણા હતા ત્યારે હથિયારો સાથે બાઇક પર આવેલા ૧૬ જણાઓએ હત્પમલો કર્યેા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. તો પ્રતિ ફરિયાદમાં અદલ કબુલ નોડેર ખાવડા પોલીસમાં ૧૪ જણાઓ સામે હથિયારો સાથે હત્પમલો કર્યેા હોવાની ફરિયાદ નોંધાવી હતી.ખાવડા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ પરથી રાયોટીંગનો ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.