એેક સામાન્ય નાગરિકને પુછપરછના નામે બોલાવી એની હત્યા કર્યા બાદ લાશ અને પુરાવાઓનો નાશ કરી દેવા જેવી અત્યંત ગંભીર ગુનાહિત ઘટનાને પોલીસ સ્ટેશનની ચાર દિવાલોમાંથી બહાર તાણી લાવી એમાં સંડોવાયેલા વર્દીધારીગુંડાઓ જેવા પોલીસકર્મીઓને આરોપીના સ્વાંગમાં શહેરના ચોકમાં ખડા કરી દેવા માટે અખબાર અને પત્રકારોમાંં માત્ર દાનત નહીં – ઝનુન પણ જાઈએ.સત્ય ઉજાગર કરવાનું ઝનુન શાબ્દિક હિંસાથી પરે છે એવું માનતા અને વર્તતા વડોદરાના સૌથી જુના અખબાર લોકસત્તા-જનસત્તા એ આ એક વધુ વાર ઉજાગર કર્યું છે. ફતેગંજ પોલીસમથકમાં થયેલા કસ્ટોડિયલ ડેથ નો કિસ્સો મીલીભગતથી ધરબી દેવાયો હતો પરંતુ લોકસત્તાના નીડર પત્રકાર નીરજ પટેલે એને બહાર ખેંચી આણ્યો.કોઈપણ પત્રકારનું સામર્થ્ય-કૌવત અને ક્ષમતા એના પોતાના અંગત ખબરીઓના નેટવર્ક પર આધાર રાખે છે.નીરજ પટેલ એ બાબતે અત્યંત સમૃધ્ધ અને કાબેલ છે એ માત્ર વડોદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતી પત્રકારત્વમાં એનો સર્વસ્વિકૃત ગુણ છે. નીરજ પટેલની આ વિરાસતે જ આજે છ-છ પોલીસકર્મીઓના નામો ગુનેગારોની યાદીમાં દર્જ કરાવ્યા છે.પોલીસકર્મીઓ સામે તેમના જ પોલીસસ્ટેશનમાં આટલો ગંભીર ગુનો નોંધાયાનો કદાચ આ પહેલો કિસ્સો છે. લોકસત્તા-જનસત્તા પરિવાર નીરજ પટેલની આ સિધ્ધિ ગૌરવસહ વધાવે છે. 

પુત્ર સલીમે ન્યાયની આશા વ્યકત કરી આભાર માન્યો

વડોદરા. શેખ બાબુના તેલંગાણા રાજ્યના કામારેડ્ડી ખાતે રહેતા પરિવારજનોએ વડોદરા મુસ્લિમ સમાજની સંસ્થા મુસ્લિમ એકતા મંચના કાર્યકર્તાઓ જેમને શહેરમાં રહેવા-જમવાની સુવિધા ઉપરાંત પોલીસ મથકો અને ભવન જવા માટે મદદ કરી હતી એ ઉપરાંત હાઈકોર્ટના વકીલ ઇમ્તિયાઝ કુરેશી અને પત્રકારોનો આભાર માન્યો છે. હવે કમસે-કમ પિતાની અંતિમ ધાર્મિક વિધિ તો કરી શકાશે. કારણ કે, હવે પોલીસે જ એમની હત્યા થઈ ચૂકી હોવાનું જાહેર કર્યુ છે ત્યારે હવે અમે અમારા પિતાની મૃત્યુ બાદની ધાર્મિક વિધિ હવે કરી શકીશું એમ જણાવ્યું છે.