દિલ્હી-

દિલ્હી પોલીસે 20 વર્ષીય મુસ્લિમ યુવકને લગ્ન પછી પત્નીને બળજબરીથી ધર્મ પરિવર્તિત કરવાનો કેસ નોંધ્યો છે. આરોપીની પત્નીની ફરિયાદ છે કે લગ્ન પછી આ વર્ષે મે મહિનામાં તેણે બળજબરીથી ધર્મપરિવત કરવામાં આવ્યું હતું. મહિલાએ તેની સાસરીયાઓ પર પજવણી કરવાનો આરોપ પણ લગાવ્યો છે. સોમવારે દિલ્હી પોલીસને કરેલી લેખિત ફરિયાદમાં મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, "તેના પરિવારે મને ધર્મ બદલવાની ફરજ પડી હતી અને બુરખો પહેરવા અને નમાઝ પઢવાની પણ  ફરજ પડી હતી. તેના સસરાએ જાતીય હુમલો કર્યો હતો.

મહિલાએ જણાવ્યું કે ગયા વર્ષના અંતમાં જ્યારે આરોપી ભાડૂત તરીકે તેના પૂર્વજોના ઘરે રહેવા આવ્યો હતો, ત્યારે તે તેની સાથે મળ્યો હતો. મહિલાએ કહ્યું કે તે વ્યક્તિએ તે સમયે તેના ધર્મ વિશે જણાવ્યું ન હતું કે તેના પરિવાર વિશે કંઇ કહ્યું નથી. તેણે ખોટો દાવો કર્યો હતો કે તેના પરિવારમાં કોઈ નથી. થોડા મહિનાઓ પછી, જ્યારે બંને એકબીજાની નિકટ આવ્યા, ત્યારે તે વ્યક્તિએ તેણીને તેના પરિવાર સાથે ઓળખાન કરાવી જે દિલ્હીના જ બીજા ભાગમાં રહેતો હતો. આ ખુલાસાને પગલે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી, યુવકે ખાતરી આપી હતી કે તે મહિલા પર ધર્મ રૂપાંતર કરવા માટે દબાણ નહીં કરે. ફરિયાદમાં જણાવાયું છે કે પાછળથી બંનેએ એક મંદિરમાં લગ્ન કર્યા હતા.

મહિલાનો આરોપ છે કે તેને દહેજ માટે ત્રાસ આપવામાં આવ્યો હતો અને તેના માતાપિતાને મળવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેણે પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે તેના લગ્નનો મુખ્ય હેતુ ધર્મ રૂપાંતર કરાવાનો હતો.