શહેરા, ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પ્રદેશ પ્રમુખ કસ્તુરભાઈ મકવાણાએ શહેરા નગરપાલિકાની મુલાકાત લીધી હતી અને પાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નોની કરી રજુઆત હતી. આજરોજ ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પ્રદેશ પ્રમુખ કસ્તુરભાઈ મકવાણાએ શહેરા નગરપાલિકાની મુલાકાતે લીધી હતી અને તેઓ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફીસર એ.એસ પટેલને સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નોને લઈને રજુઆતો કરવામાં આવી હતી. તેમને મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત સફાઈ કામદાર મંડળ ૧૬૨ નગર પાલિકામા કામ કરતુ મંડળ છે.આ મંડળને રાજ્ય સરકારે માન્યતા આપી સ્ટેટ કમીટીની રચના કરવામાં આવી છે.રાજ્ય સરકાર પરિપત્રો છે તેના લાભો નગર પાલિકા રોકી રાખે છે, ઘણા વર્ષોથી પાલિકા દ્વારા સફાઈ કર્મીઓને કાયમ કરવાના બદલે રોજમદારોમાં રાખે,ફિકસ પગારમા રાખે તેના અધિકારો દબાવી રાખવામાં આવે છે એ માટેની.રજૂઆતો કરવા આવ્યા છે તેમ કામદાર મહામંડળના પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું.