સુરત-

કેનેરા બેન્કમાંથી 121.05 કરોડની લોન લીધા બાદ એનપીએ જાહેર થયેલી સુરત નવસારીમાં ઓફિસ ધરાવતી સૂર્યા કંપનીના ડિરેક્ટર સહિતના આરોપીઓ વિરુદ્ધ સીબીઆઈએ કેસ રજીસ્ટર કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મળતી માહિતી મુજબ ડિરેક્ટરને વરુણીમાં લઇ સુરત નવસારી સહિત પાંચ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરી સીબીઆઈએ ઘણા પુરાવા મેળવ્યા હોવાનું જણાવ્યું હતું. સુર્યા કંપની દ્વારા વર્ષ 2017 થી 2019 દરમિયાન કેનેરા બેન્કમાંથી 121.05 કરોડની લોન લેવામાં આવી હતી. આ લોન ભરપાઈ કરવાને બદલે કંપની NPA જાહેર કરતા મામલો ગંભીર બન્યો હતો. કેનેરા બેન્કના અધિકારી દ્વારા આ પ્રકરણમાં પૂર્વ આયોજિત કાવતરાની ગંધ સાથે આ રૂપિયા ક્રેડિટ ફેસીલીટી મેળવી કોભાંડ આચાર્યના ગંભીર આરોપો થતા સીબીઆઈએ ગુનો નોંધ્યો હતો.ગુનો નોંધાતાની સાથે જ સીબીઆઇની ટીમે કંપનીમાં દરોડા પાડી ડિરેક્ટર્સનેે ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં બીજા પણ લોકો સંડોવાયેલા હોવાની આશંકા સાથે વધુ તપાસ કરવામાં આવી રહી છે.