વડોદરા : વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ એક તરફ સોળે કળાએ ખીલી ઉઠ્‌યું છે.જ્યારે બીજી તરફ આગોતરા આયોજનોની ગુલબાંગોની હવા નીકળી જતા તંત્રનો સમગ્ર વહીવટ કરમાઈ ગયા જેવી સ્થિતિ ઉભી થવા પામી છે. જેને લઈને કોરોનાઅને અટકાવવામાં તંત્ર ધરાર નિષ્ફળ નીવડ્યું છે. જેને લઈને એના આંકમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. શહેરની વિવિધ હોસ્પિટલોમાં આજે કોરોના સંક્રમિત વધુ ૩૯૧ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બિનસત્તાવાર રીતે ૨૭ જેટલા દર્દીઓના મોત નિપજયા છે. જાે કે તંત્રના ચોપડે માત્ર એક મોતની પૃષ્ટિ કરવામાં આવી છે. શહેરમાં કુલ ૧૯૬૫ કોરોનાના દાખલ દર્દીઓમાં ૧૬૮૭ સ્ટેબલ, ૧૭૪ ઓક્સિજન અને ૧૦૪ વેન્ટિલેટર પર છે.જ્યારે ૨૦૨ દર્દીને સ્વસ્થ સુધારતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.આ દર્દીઓ ઉપરાંત ૬૬૭૩ દર્દીઓ હોમ ક્વોરેન્ટાઇમાં રાખવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૯૧ દર્દીઓ નોંધાતા એની સંખ્યા ૨૮,૩૮૯થી વધીને ૨૮,૭૮૦એ પહોંચી છે. તંત્ર દ્વારા લેવાયેલા ૫૫૧૩ સેમ્પલો પૈકી ૫૧૨૨ નેગેટિવ અને ૩૯૧ પોઝિટિવ આવ્યા હતા. આજે ૨૦૨ને ડિસ્ચાર્જ કરાતા ૨૬૩૬૨નો આંક વધીને ૨૬૫૬૪એ પહોંચ્યો છે. આ ૨૦૨ને રાજા અપાઈ એમાં સૌથી વધુ દર્દીઓ ૧૭૫ને હોમ આઇસોલેશનમાંથી રજા અપાઈ છે. જ્યારે માત્ર ૮ને સરકારી અને ૧૯ને ખાનગી હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ઝોન વાઈઝ જાેતા શહેરના પૂર્વ ઝોનમાં ૭૧,પશ્ચિમમાં ૮૯,ઉત્તરમાં ૯૬,દક્ષિણમાં ૯૨ અને વડોદરા રૂરલના ૪૩ દર્દીઓ મળી ૩૯૧ કોરોનાના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. અત્યાર સુધીમાં વડોદરા ઋરળમાં સૌથી વધુ ૮૨૧૧ કેસ નોંધાયા છે. જયારે ઉત્તરમાં ૫૭૬૨, દક્ષિણમાં ૫૩૯૬,પશ્ચિમમાં ૪૯૮૩ અને પૂર્વમાં ૪૩૯૨ કેસો નોંધાયા છે. હાઉસ ટુ હાઉસ હેલ્થ સર્વેમાં ૮૨૪ ટીમોએ ૯૫,૦૮૩ ઘરનો સર્વે કરીને ૩,૮૦,૩૦૭ની વસ્તીની ચકાસણી કરી હતી.જેમાં ૭૧ તાવના, ૧૨૨ ખાસી-શરદીના મળીને કુલ ૨૮૦ દર્દીઓ મળી આવ્યા હતા. ધન્વંતરિ આરોગ્ય રથની ૩૪ ટીમોએ ૧૩૬૬ પુરુષો અને ૧૮૦૭ સ્ત્રીઓ મળીને ૩૧૭૩ દર્દીઓને તપાસ્યા હતા.જેમાં ૨૧ તાવના, ૮૮ શરદી -ખાંસીના અને અન્ય ૮૪૫ દર્દીઓ મળી આવ્યા હતા.

યુનિવર્સિટીના ૭૫ જેટલા કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી ખાતે પણ કોરોનાએ છેલ્લા કેટલાક દિવસથી પગપેસારો કર્યો છે.જેને લઈને વિદ્યાર્થીઓ અને યુનિવર્સીટીના ટીચિંગ અને નોનટીચિંગ વહીવટી સ્ટાફના વધુને વધુ કર્મચારીઓ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. આવા અંદાજે ૭૬ જેટલા કર્મચારીઓ કોરોનાના સંક્રમણમાં આવ્યા હોવાથી ફફડાટની સાથોસાથ કર્મચારીઓમાં ભયની લાગણી વ્યાપી ગઈ છે. આને લઈને યુનિવર્સીટીના તંત્ર દ્વારા આ કોરોના સંક્રમણને અટકાવવાને માટે તાકીદે યોગ્ય પગલાં લેવામાં આવે એવી માગ કરાઈ રહી છે.

આયકરના વધુ ૧૫ જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત બન્યા ઃ કચેરી ત્રણ દિવસ બંધ રહેશે

વડોદરાની રેસકોર્સ ખાતે આવેલ આયકર કચેરીના કર્મચારીઓમાં માર્ચ એન્ડિંગ ટાણે જ કોરોનાએ પગપેસારો કરતા આયકરની માર્ચ એન્ડિંગની કામગીરીને ભારે અસર પહોંચવાની સાથોસાથ આવકવેરા વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. અગાઉ આ કચેરીના ૪૦ જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત બન્યા છે.એમાં વધુ ૧૫ જેટલા સંક્રમિત બનતા આ આક્ડાએ અડધી સાડી ફટકારી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને શુક્રવારથી ત્રણ દિવસ માટે આવકવેરા ઓફિસ બંધ કરી દેવામાં આવી છે. જે રવિવાર સુધી ત્રણ દિવસ માટે બંધ રહેશે.

વડોદરા શહેરના ૩૦ ઃ જિલ્લાના ૧૫ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું

વડોદરા શહેર અને જિલ્લાના ગામોમાં દિવસે દિવસે કોરોણાનું સંક્રમણ વધતું જાય છે.તંત્રના કાબુ બહાર જતી પરિસ્થિતિમાં શહેરના ૩૦ જેટલા અને જિલ્લાઆનાં ગ્રામ્ય વિસ્તારોના ૧૫ જેટલા વિસ્તારોમાં સંક્રમણ ફેલાયું છે. શહેરના જે વિસ્તારોમાં કોરોનાના સંક્રમણે પંજાે પ્રસર્યો છે.એ વિસ્તારોમાં પાણીગેટ, માંડવી, કિશનવાડી, રામદેવનગર, સ્વાદ, સુદામાપુરી, વારસીયા, નવાપુરા, નવાયાર્ડ, નવીધરતી, સમા, ચાણક્યપુરી, શિયાબાગ, એકતાનગર, ગાજરાવાડી, કપુરાઇ, માંજલપુર, યમુનામીલ, વાઘોડીયા રોડ, માણેજા, દંતેશ્વર, વડસર, મકરપુરા, તાંદલજા, અકોટા, અટલાદરા, ગોરવા, ગોકુલનગર, સુભાનપુરા,દિવાળીપુરા વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે.જ્યારે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રણોલી, મીંયાગામ કરજણ, પાદરા, ડભોઇ અર્બન, બાજવા, વરણામા, પોર, કોટણા, સિંધરોટ, વેજપુર, મંજુસર, ભાંડોલ, કનોડા, કણજટ, કોયલી વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે.

માણેજા સ્થિત એબીબી કંપનીમાં કોરોનાના પગપેસારાથી ફફડાટ

વડોદરા ઃ શહેરમાં કોરોનાનો કહેર દિવસે દિવસે નવા નવા ક્ષેત્રોમાં પગપેસારો કરી રહ્યો છે. અત્યાર સુધી શહેરી વિસ્તાર પુરતું સીમિત રહેલું કોરોનાનું કાળચક્ર ઔધોગિક વિસ્તારમાં પણ ફરી વળતાં નંદેસરી મકરપુરા જીઆઈડીસી જેવા વિસ્તારોમાં કામ કરતાં કર્મચારીઓમાં ફફડાટની લાગણી જાેવા મળી રહી છે.શહેરના માણેજા વિસ્તારમાં આવેલ એશિયા બ્રાઉન બોવરી કંપની- એબીબીમાં કામ કરતાં ૩૫ ઉપરાંત કર્મચારીઓ કોરોનાની ઝપેટે ચઢયા છે.

બાગ-બગીચા અને ઝૂ ૧૫ એપ્રિલ સુધી બંધ રાખવા ર્નિણય

કોરોનાની વધતી જતી મહામારીને ધ્યાનમાં લઈને મહાનગર પાલિકા હસ્તકના તમામ ૧૧૭ જેટલા બાગ બગીચાઓ ઉપરાંત ઝૂ આગામી ૧૫મી એપ્રિલ સુધી બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. એ પછીથી ૧૫ એપ્રિલ સુધીમાં કોરોનાની જે કઈ સ્થિતિ હશે એના આધારે સમગ્ર સ્થિતિનો અભ્યાસ કરીને આગળ બાગબગીચાઓ ખોલવા કે પછીથી બંધ રાખવા એ બાબતની સમીક્ષા કર્યા પછીથી જે તે ર્નિણય લેવામાં આવશે.