વડોદરા -

બરોડા ક્રિકેટ એસોસિયેશનની વર્ષ ૨૦૧૯-૨૦નાં પેન્ડિંગ હિસાબો ને મંજુરી આપવા ઓનલાઇન મળેલી ૮૦ મી એજીએમ સંપન્ન થઈ હતી.જેમા ૨૧૦૦થી વધું સભ્યો પૈકી ૭૮૦ સભ્યોેએ મતદાન કર્યું હતુ.અને ૭૬૨ સભ્યોએ રીઝૉલ્યુશનના તરફેણમાં મતદાન કરીને મંજૂરી આપી હતી આમ બીસીએમાં સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ નવી કમિટીએ એક વર્ષમાં જ તમામ પેન્ડિંગ ૬ જીએમ સફળતાપૂર્વક તમામનો સહકાર મેળવી પૂર્ણ કરી હતી.

બીસીએ ની ૮૦ મી એજીએમમા સોમવારે પ્રમુખ પ્રણવ અમીને સભ્યોને ઓનલાઇન સંબોધન બાદ એપેક્ષ કાઉન્સિલ દ્વારા મન્જુર કરવામાં આવેલ વર્ષ ૨૦૧૯-૨૦ નાં હિસાબો ,વર્ષ ૨૦૨૦-૨૧માટે ઓડીટર તેમજ ઓમ્બૂસ્ડમેન ઓફિસરની નિમણૂક એમ ત્રણ રીઝૉલ્યુશન મતદાન માટે રજુ કર્યા હતાં. જેના પર આજે બપોર સુધી ૨૧૧ થી વધું સભ્યો માથી ૭૮૦ એ પોંસ્ટલ બેલેટ થી મતદાન કર્યું હતુ.

આજે સાંજે ફરી મળેલી એજીએમ મા મતગણતરી હાથ ધરાઈ હતી જેમા ૧૮ મતો રદ્દ થયા હતાં જ્યારે ૭૬૨ મતો તરફેણમાં મળ્યા હતાં.આમ તમામ રેઝૉલ્યુશનને મંજુરી મળી હતી.અને બિસીએ મા નવી કમિટીએ સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ પેન્ડિંગ તમામ ૬ એજીએમ સફ્ળતા પૂર્વક યોજી પાછલા તમામ પેન્ડિંગ એકાઉન્ટ ને મંજુરી આપી છે.

એક વર્ષમા બીસીસીઆઇમાંથી રૂા.૭૫ કરોડની ગ્રાન્ટ મેળવી

બીસીએમાં નવી કમિટીએ સત્તાના સુત્રો સંભાળ્યા બાદ તમામ પેન્ડીંગ ૬ એજીએમ યોજવાની સાથે વર્ષ ૧૯-૨૦ દરમિયાન બીસીસીઆઇમાંથી સબસીડી સહિત રૂા.૭૫ કરોડની ગ્રાન્ટ મેળવી છે ઉપરાંત રૂા.૧૧.૮૭ કરોડ જીએસટી અને આઇટીનું રીએમ્બર્સમેન્ટ મેળવ્યું છે. આ અંગે બીસીએની મિડીયા કમિટીના ચેરમેન સત્યજીત ગાયકવાડે જણાવ્યું હતું કે, નવી કમિટીએ પદભાર સંભાળ્યા બાદ ક્રિકેટીંગ, ફાયનાન્શિયલ અને એડમિનિસ્ટ્રેટીવ મેનેજમેન્ટમાં અનેક કામો કર્યા છે. જેમાં અન્ડર ૧૯ની ટીમે ફરી બિહાર ટ્રોફિમાં ચેમ્પિયન બની સિનિયર વુમન ટીમ ટી-૨૦ ટુર્નામેન્ટમાં સેમીફાઇનલ સુધી પહોંચી એન્ડસ ૧૯ અને વુમન ક્રિકેટમા ત્રણથી ચાર પ્લેયરોએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું પ્રતિનિત્ય કર્યું, ક્રિકેટરો માટે મોટી બેટીવ સેમિનાર સહિતનું આયોજન, નવી સિલેક્શન કમિટીનું ગઠન સહિત અનેકત પગલા લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

પ્રોફેશ્નાલિઝમ અને તમામને સાથે રાખી કામ કરવાનો પ્રયાસ

પોસ્ટલ બેલેટથી યોજાયેલા મતદાનમાં બે - ત્રણ સભ્યોએ બીસીએની નવી કમિટીએ વર્ષ દરમિયાનની કામગીરીની પ્રસંશા કરતા બેટર બેલેટ બોક્સમાં નાખ્યા હતા. જેમાં વિરોધી જુથની ઝાંટકણી કાઢતા બીસીએમા પારદર્શી વહિવટ સાથે પ્રોફેશનાલીઝમ લાવ્યા અને તમામને સાથે રાખી કામકરવાનો પ્રયાસ કરી જુની ૬ એજીએમ સર્વ સંમતીથી યોજી બીસીઆઇમાંથી પૈસા લાવ્યા તેમ લખેલ પત્ર બેલેટ બોક્સમા મળ્યો હતો.