દિલ્હી-

સંઘ લોક સેવા અયોગ્ય (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા આયોજિત પ્રિલીમ પરીક્ષાઓ માટે તૈયારી કરી રહેલ ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. શુક્રવારે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને સૂચના આપી છે કે કોરોના મહામારીને કારણે સિવિલ સર્વિસની પ્રિલીમ પરીક્ષામાં પોતાની અંતિમ તક ગુમાવી ચૂકેલા ઉમેદવારોને વધુ એક તક આપવામાં આવશે. કેન્દ્રએ જસ્ટિસ એ.એમ.ખાનવિલકરની ખંડપીઠને જણાવ્યું કે કોરોના મહામારી વચ્ચે ઓક્ટોબર ૨૦૨૦માં ેંઁજીઝ્ર દ્વારા આયોજિત કરવામાં આવેલ સિવિલ સર્વિસની પ્રિલીમ પરીક્ષામાં અનેક ઉમેદવારો જુદા જુદા કારણોને લીધે ભાગ નહોતા લઇ શક્યા. નિયત વયમર્યાદાને કારણે કેટલાંક ઉમેદવારો પાસે આ અંતિમ તક હતી. એવામાં કેન્દ્ર આ તમામ ઉમેદવારોને વધુ એક તક આપવા જઈ રહી છે.