દિલ્હી-

બંગાઇગાંવ જિલ્લાના માનિકપુર પોલીસ ચોકી હેઠળ બેસિમારી ખાતે, પોલીસ અને પ્રતિબંધિત સંગઠન યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ (ઉલ્ફા) વચ્ચેની અથડામણ માં એક કેડરનુ ઘટના સ્થળે જ મોત નીપજ્ય હતુ. જ્યારે પોલીસે, બે લોકોની ધરપકડ પણ કરી છે.

પોલીસે ગુરુવારે જણાવ્યુ હતુ કે, ' બેસીમારી વિસ્તારમાં આવેલા એક મકાનમાં કેટલાક ઉલ્ફા (સ્વ) ના કાર્યકરો છુપાયેલા હોવાની બાતમી મળી હતી. જેના બાદ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને મકાનમાં સંતાયેલા ઉલ્ફા (સ્વ) કાર્યકરો ને, આત્મ સમર્પણ માટે કહેવામાં આવ્યુ હતુ. આ ઉગ્રવાદી ઓએ શરણાગતિ ન સ્વીકારતા, પોલીસ ટીમ પર જ ગોળીબાર કરવાનો શરૂ કરી દીધો હતો. પોલીસના જવાબી ફાયરીંગ માં, એક કેડર દિપેન સાઉદ નુ ગોળી વાગતા મોત નીપજ્યુ હતુ. જ્યારે પોલીસે, બીજા બે લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા બંને માં ઉલ્ફા (સ્વ) કેડરને, આશ્રય આપનાર ઘરનો માલિક પણ શામેલ હોવાનુ કહેવામાં આવે છે. પોલીસ ને સ્થળ પરથી બે પિસ્તોલ, એક ગ્રેનેડ સહીત ઘણી આપત્તિજનક સામગ્રી પણ મળી આવી છે. પોલીસે આ કેસ અંગે, એક એફઆઈઆર દાખલ કરી, તપાસ આગળ વધારતા મૃતદેહને કબજે કરી, પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.