વડોદરા મહાનગર પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે માર્ગો અને વરસાદી સહીત ગટરો સહિતની કામગીરી કરવામાં આવી હતી. એની ગુણવત્તાના કરાયેલા દાવાઓના ફુગ્ગાની હવા પ્રથમ નજીવા વરસાદે જ નીકળી ગઈ હતી.જેમાં કરોડોના થયેલા ભ્રષ્ટાચાર આપોઆપ ખુલ્લા પડી ગયા હતા.જેને લઈને ઠેરઠેર ભૂવાઓ અને નબળી તથા હલકી ગુણવત્તાની કામગીરીને લઈને માર્ગો બેસી જવાની સમસ્યાઓથી શહેરીજનોના જીવ તાળવે ચોંટી ગયા હતા.શહેરમાં અસંખ્ય હળવા વાહનો ક્યાં તો ભરાયેલા પાણીને લઈને સ્લીપ થયા હતા.તો ભારે વાહનો નબળી કામગીરીને કારણે માર્ગો બેસી જતા જમીનમાં ખુંપી ગયેલા નજરે પડ્‌યા હતા.તો કેટલાક માર્ગો પર કામગીરી પછીથી યોગ્ય પ્રમાણમાં પુરાણ કરવામાં ન આવતા ભુવા પડેલા નજરે પડ્‌યા હતા.