રાજકોટ-

રાજકોટઃ કોરોનાની બીજી લહેર હજી શમી નથી ત્યાં હવે વધારે એક રોગે ગુજરાતને ગંભીર ભરડો લીધો છે રાજકોટમાં મ્યુકરમાઇકોસિસનો રોગ ગંભીર બનીને વકરી રહ્યો છે. રાજકોટમાં મ્યુકરમાઇકોસિસનો કેસ વધી રહ્યા છે અને સારવાર બાદ હવે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ રાજકોટ આવતા બે જ દિવસમાં નવા દર્દી દાખલ થઇ રહ્યા છે.

હાલ આ દર્દીઓને સંખ્યા ૧૨૫ થતા ટ્રોમા સેન્ટરમાં મ્યુકર વોર્ડમાં ફેરવવામાં આવશે. આ સાથે રાજકોટમાં રાજ્યનો સૌથી મોટો ૨૫૦ બેડ ધરાવતો મ્યુકોરમાઇકોસિસ વોર્ડ તૈયાર કરાયો છે. તબીબી અધિક્ષક ડો. આરએસ ત્રિવેદીના જણાવ્યા અનુસાર રાજકોટમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ આવી રહ્યા છે જેના કારણે દર્દીઓની સંખ્યા વધી જતા ટ્રોમા સેન્ટરનું બિલ્ડિંગ ખાલી કરાવાઇ રહ્યું છે. કોરોનાના દર્દીઓને ત્યાં શિફ્ટ કરીને ત્યાં મ્યુકરનાં દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. આ રોગમાં સર્જરી બાદ ઇન્જેક્શનનું પણ મહત્વ હોય છે જેના કારણે ૧ કરોડ રૂપિયાથી વધારેની કિંમતના ઇન્જેક્શનનો જથ્થો પણ આરોગ્ય વિભાગ દ્વારા પહોંચાડાયો છે. સંપુર્ણ તૈયારી છે. ઘણા દર્દીઓ એવા પણ છે જે હજુ કોરોના પોઝિટિવ છે અને સાથે મ્યુકર પણ છે તેઓ હજુ પણ કોવિડ વોર્ડમાં જ રહેશે. સેજટ ભટ્ટ ઇએનટી સર્જન અને ડોક્ટર વાછાણીને હાલ ડેપ્યુટેશન પર મુકવામાં આવ્યા છે. અગાઉ રાજકોટમાં ફરજ નિભાવેલા ઇએનટી સ્પેશ્યાલિસ્ટ ડો ખાવડું હાલ ભાવનગર છે તેમને પણ ડેપ્યુટેશન પર મુકવામાં આવ્યા છે.