અરવલ્લી : હિન્દુ યુવા સંગઠનની રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીર સિંહજી જાડેજા દ્વારા બધા રાજ્યોમાં સ્થાપના થઈ ચૂકી છે. ઉત્તર ગુજરાત અધ્યક્ષ ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત દ્વારા ઉતર ગુજરાતના તાલુકામાં વિવિધ હોદ્દદારોની વરણી કરવામાં આવી છે. હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા અધ્યક્ષ સર્વીન પટેલ અને ઉપપ્રમુખ જસવંતસિંહ સોલંકી શહેર પ્રમુખ પ્રતિક પટેલ છે. હિંમતનગર અધ્યક્ષ પ્રફુલ સોની દ્વારા તાલુકાના નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. જેમાં ગાંભોઇમાં ઉમંગ સુખડીયાની પ્રમુખપદે અને ઓમપ્રકાશ ત્રિવેદીની ઉપપ્રમુખપદે,બાલકૃષ્ણ પટેલની ગ્રામ્ય પ્રમુખ,ભરતસિંહ ચૌહાણ ગ્રામ્ય ઉપપ્રમુખ, જયેશસિંહ પરમાર ગ્રામ્ય મહામંત્રી, રાજેન્દ્રસિંહ મકવાણા ગ્રામ્ય મત્રી, નીલકંઠ ચૌહાણ નગર મહામંત્રી, ઉપેન્દ્રસિંહ ચૌહાણ સહ મહામંત્રી નગર વિક્રમસિંહ રાઠોડ ગ્રામ્ય સંગઠન મંત્રી, ચેતન ચૌહાણ નગર સંગઠન મંત્રી, ભાવેશ ઠાકોર નગર સંગઠન મંત્રી અને હસમુખ સોની સંગઠન મંત્રી વસંત બારીયા સંગઠન મંત્રી , વિરેન્દ્રસિંહ મકવાણા સંગઠન મંત્રી તરીકે વરણી કરાઇ છે.