ભુજ-

કચ્છમાં કોમી એકતા તોડવાની વધુ એક પ્રયાસ કરાયો છે. ગાંધીગ્રામ તાલુકાના કીડાણા ગામ ખાતે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે રવિવારે નિધિ એકત્રીકરણ માટે હિન્દુ સંગઠનો તરફથી એક રેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પથ્થરમારો થતાં બે જૂથો સામસામે આવી ગયા હતા. મોડી રાત્રે વાહનોમાં આગ લગાડી દેવાનો બનાવો પણ બન્યા હતા. જે બાદમાં આઈ.જી, પૂર્વ કચ્છ એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસના ધાડેધાડા ઉતારીને સ્થિતિ પર મોડી રાત સુધીમાં કાબૂ મેળવી લેવાયો હતો. વાહનો સળગાવી દેવાના અમુક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. મળતી માહિતી પ્રમાણે રામ મંદિર નિર્માણના નિધિ એકત્રીકરણ માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી પર કોઈએ પથ્થરમારો કર્યો હતો. જે બાદમાં ઝઘડો થયો હતો અને આ ઝઘડાએ જૂથ અથડામણનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

મોડી રાત્રે કેટલાક વાહનો પણ સળગાવી દેવામાં આવ્યા હતા. બનાવ બાદ પોલીસનો મોટો કાફલો કીડાણા ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. એવી પણ માહિતી મળી છે કે પોલીસે ટોળાને વિખેરવા માટે ટિયર ગેસના નવ જેટલા સેલ પણ છોડ્યા હતા. બનાવની ગંભીરતાની જાેઈને આઈ.જી, પૂર્વ કચ્છ એસપી, ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. મોડી રાત સુધી પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. મળતી માહિતી પ્રમાણે કીડાણામાં રામમંદિર નિર્માણની રેલી દરમિયાન કેટલાક ટીખળખોર શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. કચ્છમાં આવી સતત બીજી ઘટના બની છે.

આ પહેલા મુન્દ્રાના સાડાઉમાં પણ આવો જ બનાવો બન્યો હતો. કચ્છમાં સતત આવી ઘટનાઓ બાદ મામલો ગરમાયો છે. પોલીસે પણ અન્ય કોઈ જગ્યાએ આવો કોઈ બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણ માટે ફંડ એકઠું કરવા માટે હાલ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં રથયાત્રા/રેલી કાઢવામાં આવી રહી છે. કચ્છમાં પણ આ પ્રકારની રથયાત્રા કાઢવામાં આવી રહી છે. આ રેલીઓમાં અનેક દાતાઓ મોટું દાન આપી રહ્યા છે. આ દરમિયાન કચ્છમાં કોમી એકતાને પલીતો ચાંપવાનો પ્રયાસ કરતા પોલીસ સતર્ક બની છે.