ગાંધીનગર, તા.૩૦ 

આવતીકાલથી એટલે કે ૧ જૂલાઈથી અનલોક-૨ ગુજરાત સહિત સમગ્ર દેશમાં લાગૂ થઈ જશે. જેના સંદર્ભમાં આજે મંગળવારે મુખ્યમંત્રીએ બોલાવેલી બેઠકમાં રાજ્યમાં ૧લી જૂલાઈથી દુકાનોમાં રાત્રે ૮ વાગ્યા સુધી અને હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે ૯ વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો હતો.

અનલોક-૨ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી કરફ્યુનો અમલ કરવાનો રહેશે. કેન્દ્ર સરકારે  ૧ અનલોક ૨ અંતગર્ત આપેલા નવા દિશા નિર્દેશો મુજબ  મુખ્યમંત્રીએ ગુજરાત નિર્ણયો લીધા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પહેલાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. તેમાં આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનના આધારે રાજ્યમાં અમલીકરણ માટે અંતિમ નિર્ણય આજે મોડી સાંજે રાજ્ય સરકાર જાહેર કરાશે તેવું જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે અનલાક-૨ને લઈને જાહેર કરવામાં આવેલા આદેશોમાં રાજ્યોને નિયમોમાં ફેરફાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે, તે મુજબ સ્થિતિની સમીક્ષાના આધારે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ કન્ટેનમેન્ટ ઝોનની બહાર કેટલીક ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકી શકે છે અથવા જરૂરી જણાય, ત્યારે રોક લગાવી શકે છે. 

અનલાક-૨માં મુક્તિની વિગતો

• રાત્રી કરફ્યૂ હવે રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી રહેશે.

• કન્ટેનમેન્ટ ઝોનની બહાર કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી કેટલીક છૂટ અપાઇ છે.

• ડોમેસ્ટિક ફ્‌લાઈટ્‌સ અને પેસેન્જર ટ્રેનોને જે મંજૂરી અપાઇ છે તે યથાવત

• વંદે ભારત મિશન હેઠળ યાત્રીઓને ઈન્ટરનેશનલ ફ્‌લાઈટમાં યાત્રાની મંજૂરી  યથાવત

• દુકાનોમાં ૫ લોકોથી વધુ એકઠા થવા પર છૂટ, પરંતુ  સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અનિવાર્ય

• ૧૫ જુલાઈથી કેન્દ્ર અને રાજ્ય સરકારોના ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટમાં કામકાજ શરૂ

• સ્કૂલ-કાલેજ-કાચિંગ ક્લાસીસ ૩૧-જુલાઈ સુધી બંધ

• ઔદ્યોગિક એકમ, નેશનલ અને સ્ટેટ હાઈવે પર લોકોની અવર-જવર અને માલની હેરફેર, કાર્ગોના લાડિંગ અને અનલાડિંગ જારી રહેશે

• બસ, ટ્રેન, પ્લેનના પ્રવાસીઓને તેમના નિર્ધારિત સ્થળે જવા માટે રાત્રી કરફ્યૂમાં છૂટ

કન્ટેનમેન્ટ ઝોનમાં પ્રતિબંધો યથાવત

• અનલાક-૨માં કન્ટેનમેન્ટ ઝોનમાં ૩૧-જુલાઈ સુધી લાકડાઉનનું કડક પાલન

• મેટ્રો રેલ, સિનેમા હાલ, જિમ, સ્વિમિંગ પુલ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ હાલ બંધ

• માત્ર જીવન જરૂરી ગતિવિધિઓને જ પરવાનગી.

• સામાજિક, રાજનીતિક, સ્પોટ્‌ર્સ, મનોરંજન,

સાંસ્કૃતિક, ધાર્મિક અને અન્ય મેળાવડા પર પ્રતિબંધ

• કન્ટેનમેન્ટ ઝોન સબંધિત જાણકારી જિલ્લા કલેક્ટરોની વેબસાઈટ પર નોટિફાઈ કરવામાં આવશે

• કન્ટેનમેન્ટ ઝોનમાં ગાઈડલાઈનનું કડક પાલન કરાવવામાં આવશે.

આ બાબતોનું ધ્યાન રાખવું પડશે

• સોશિયલ ડિસ્ટન્સિંગ

• દુકાનોમાં ગ્રાહક અને વેપારીઓ વચ્ચે સુરક્ષિત અંતર

• કોરોનાને લઈને સરકારના આદેશોનું પાલન

• આરોગ્ય સેતુ મોબાઈલ એપ્સનો મહત્તમ ઉપયોગ