વલસાડ : લોકસંવાદસેતુ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષતા હેઠળ વાપી તાલુકાના રાતા ગામ માં રાત્રી શભા યોજાઈ હતી યોજાયેલ આ રાત્રી સભા માં લોકોએ બળાપો ઠાલવતા વારસાઇની એન્ટ્રી સમય સર નહી થતી હોવાની, જમીનની માપણીમાં વિલંબ અંગે એન.એફ.એસ.એ. કાર્ડ ધારકો ને અનાજ નહી મળતું હોવાની, ભંગારીયાઓ દ્વારા ફેલાવાતું પ્રદુષણ , શાળાના મકાનની ર્જરીતતા જેવા અનેક પ્રશ્રો રજુ કર્યા હતા જે બાબત ને ડીડીઓ અર્પિત સાગરે ગંભીરતાથી લઈ નિવારણ કરવા માટે સૂચના આપી હતી. 

ડીડીઓએ લોકોના પ્રશ્રો ના નિવારણ માટે સ્થળ પર ઉપસ્થિત અધિકારીઓને સુચના આપી હતી. તે સિવાય લોકહિત ના પ્રશ્રો અને ગામના લોકો ની મુશ્કેલીઓ બાબતે સરકારની વિવિધ થોજનાની જાણકારી આપવામાં આવી હતી. લોકો દ્વારા ઉઠેલા કેટલાક વિભાગોના પ્રશ્નો અંગે જે તે ખાતાને જાણ કરી નિકાલ કરવા સૂચના અપાઈ હતી.

લોકોને ઘાતક રોગ કોવિડ ૧૯ ની ગાઈડલાઈન ના ચુસ્તપાલન કરવા સૂચના અપાઈ હતી. કોરોના મહામારી ની ચર્ચા કરતા ડીડીઓ અર્પિતસાગરે કહ્યું કે , જેમને કોરોના ના લક્ષણો દેખાય તેમણે નજીકના આરોગ્ય કેન્દ્રના સંપર્ક કરી ચેકઅપ કરાવી લેવું તેમણે રાતા ગામ માં ચાલતી આરોગ્ય , આઇ.સી.ડી.એસ, પ્રા. શાળા, ગ્રામ પંચાયતની કામગીરી ની પણ સમીક્ષા કરી હતી .