રાજકોટ-

છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેરમાં દારૂ અને જુગારની બંધી પ્રવર્તમાન છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા ક્રાઇમબ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓને દારૂ અને જુગારની બદીનો નાશ કરવા માટેની કડક સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત અવારનવાર રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પતા પ્રેમીઓ તેમજ ક્રિકેટ પર સટ્ટો રમાડતા સટોડિયાઓ ની તેમજ પંટરો ની ધરપકડ કરવામાં આવે છે.

ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ તાલુકાના ખોરાણા ગામે વાડીની ઓરડીમાં દરોડો પાડી જુગાર રમતા આઠ જેટલા શખસોની ધરપકડ કરી છે. સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ જોગી જોગરાણા ની ટીમને બાતમી મળી હતી કે રાજકોટ તાલુકાના ખોરાણા ગામે આવેલી રમેશ ખોડાભાઈ ચૌહાણની વાડીની ઓરડીમાં દરોડો પાડ્યો હતો. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પાડવામાં આવેલા દરોડા માં આઠ જેટલા શકશો ઝડપાયા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળ પરથી એક લાખ એકસઠ હજાર રૂપિયા રોકડ કબજે કરી હતી.