ગાંધીનગર-

ગુજરાત રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ધોરણ ૧૦અને ૧૨ની બોર્ડની પરીક્ષા નહિ યોજ્વાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જયારે રાજ્યના સમગ્ર વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે માટે આજ રોજ ધોરણ ૧૦ ના મુલ્યાંકન પ્રક્રિયા ની પદ્ધતિ આજરોજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. જૂનના અંતિમ અઠવાડિયામાં પરિણામ જાહેર થશે.

ધોરણ 10માં માસ પ્રમોશન મેળવેલા વિદ્યાર્થીઓને જુન મહિનાની આખર સુધીમાં માર્કશિટ મળી જશે. જેમાં ધોરણની પ્રથમ સામાયિક કસોટી ( કુલ ગુણ 50)માંથી મેળવેલ ગુણને 40 ટકામાં રૂપાંતરીત ગુણ (મહત્તમ ગુણ 20),તથા ધો. 9ની દ્ધિતિય કસોટી (કુલ ગુણ 50)માંથી મેળવેલ ગુણને 40 ટકામાં રૂપાંતરિત ગુણ (મહત્તમ 20 ગુણ), તેમજ ધોરણ 10ની તા.19-03-21થી 27-03-21 દરમિયાન ઓનલાઈન, ઓફલાઈન માધ્યમથી યોજાયેલી પ્રથમ સામાયિક કસોટી ( કુલ ગુણ 80)માંથી મેળવેલા ગુણને 37.5 ટકામાં રૂપાંતરિત કરેલા ગુણ (મહત્તમ 30 ગુણ), તથા ધો. 10ની એકમ કસોટી( કુલ ગુણ 25)માંથી મેલવેલ ગુણને 40 ટકામાં રૂપાંતરિત કરેલ ગુણ ( મહત્તમ 10 ગુણ) મળી કુલ 80 ગુણ મુજબ પરિણામ તૈયાર કરાશે.