દિલ્હી-

ભારતમાં તબાહી મચાવનારું કોરોનાનું નવું વેરિએન્ટ ધરતી પર વાયરસનું સૌથી સંક્રામક મ્યૂટેશન હોઈ શકે છે. બેલ્જિયમ યુનિવર્સિટી ઑફ લ્યૂવેનના જાણીતા બાયોલોજિસ્ટ ટૉમ વેંસલીયર્સે આવો દાવો કર્યો છે. વેંસલીયર્સ એવા પહેલા વૈજ્ઞાનિક હતા જેમણે યૂકે વેરિએન્ટને વાયરસના બાકીના વર્ઝન કરતા વધારે ખતરનાક ગણાવ્યું હતુ. તેમનો દાવો પહેલા ફગાવવામાં આવ્યો, પરંતુ બાદમાં તમામે તે માન્યું. અમેરિકન રેડિયો નેટવર્ક દ્ગઁઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં વેંસલીયર્સે કહ્યું કે, “ભારતનું નવું વેરિયેન્ટ અત્યંત સંક્રામક છે. આ ઘણી જ ઝડપથી ફેલાઈ શકે છે.’

આની રૂપ બદલવાની ક્ષમતા પર તેમણે કહ્યું કે, આ લગભગ યૂકે વેરિએન્ટ જેવું જ છે. તેમણે કહ્યું કે, વાયરસના આ એડવાન્ટેજ દેશમાં પ્રકોપને વધારવાનું કામ કરી રહ્યા છે. રાજકીય પાર્ટીઓની રેલીઓ, મોટા પ્રમાણમાં લોકોની ભીડ અને સાવધાની વર્તવાની રીતોને નકારવાથી પણ સ્થિતિ અત્યંત બેકાબૂ થઈ છે. દ્ગઁઇના આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઠંડીમાં ભારતમાં સ્થિતિ સામાન્ય જાેવા મળી રહી હતી. કોવિડ-૧૯ દર્દીઓની સંખ્યા સ્થિર હતી. એટલા સુધી કે કેસોમાં પણ ઘટાડો જાેવા મળી રહ્યો હતો. પરંતુ, ફેબ્રુઆરી મધ્યથી લઇને માર્ચની શરૂઆત સુધી સ્થિતિ અચાનક બદલાઈ ગઈ. વાયરસે અચાનક વિસ્ફોટ કર્યો. અત્યારે ભારત કોરોનાની આ ભયંકર લહેરનો સામનો કરી રહ્યું છે. દેશમાં રોજના લગભગ ૪ લાખ કેસ સામે આવી રહ્યા છે અને દરરોજ લગભગ ૪ હજાર લોકોના મોત થઈ રહ્યા છે.

જાે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં ભારતના પ્રતિનિધિ ડૉ. રેડ્રિકો એચ. ઑફ્રિન આ તબાહી માટે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિઝરનું પાલન કરવામાં દેશની અસફળતાને વધારે દોષી માને છે. તેમણે કહ્યું કે, “આપણે જાેયું કે ભારતમાં લોકોએ કોવિડ-૧૯ની ઝડપને ધીમી કરવા માટે પુરતા પ્રયત્ન નથી કર્યા અને આ કારણે આજે આપણે અહીં ઊભા છીએ. મૂળ રીતે આપણે ખુદ વાયરસને ફેલવાની તક આપી.” ભારતમાં યૂનિસેફના પ્રતિનિધિ ડૉ. યાસ્મીન અલી હકે આ રિપોર્ટમાં કહ્યું કે, વાયરસથી થયેલી આ તબાહીની ભરપાઈમાં ભારતને વર્ષો લાગી શકે છે.

તેમણે કહ્યું કે, “આપણે પહેલા જ બાળકો, ગરીબો અને છેવાડે ધકેલાયના લોકો પર આનો પ્રભાવ જાેઈ રહ્યા છીએ. ડૉ. હકે કહ્યું કે, શિક્ષણને લઇને ભારતમાં સ્થિતિ પહેલા જ ઘણી ખરાબ હતી. બાળ મજૂરી અને બાળ લગ્નની ઘટનાઓ અહીં સતત વધી રહી હતી. સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે ભારતમાં વર્તમાન પોઝિટિવિટી રેટ ૧૮ ટકાથી ઘણો વધારે છે. આનો મતલબ છે કે ભારતમાં ઇન્ફેક્શન પેટર્ન બિલકરુલ એવી જ છે જેવી આપણે યૂરોપ અને અમેરિકામાં જાેઈ ચુક્યા છીએ. જાે કે આનો સ્કેલ બિલકુલ અલગ હતો. આમાં વધુ વસ્તી પણ એક કારણ હોઈ શકે છે. વાયરસ એટલો ઝડપથી વધી રહ્યો છે કે મૉડલના માધ્યમથી એ સમજવું મુશ્કેલ છે કે આ કેવી રીતે ફેલાશે. આપણે આ રમતથી આગળ રહેવું પડશે. આ તૈયારી, પ્રતિક્રિયા અને રિકવરીનું ચક્ર છે. તમે આને ના રોકી શકો, પરંતુ સપોર્ટમાં એ પણ કહ્યું કે ભારતની પાસે મોટા પ્રમાણમાં વેક્સિનેશનનો અનુભવ છે અને આ ભારતને આ વિશાળ પડકારનો