લોકસત્તા વિશેષ-

UN Happy Birthday કોરોના, આજના દિવસે એટલે કે 8 ડિસેમ્બર 2019ના દિવસે ભારતના પાડોશી દેશ ચાઇનાના વુહાન પ્રાંતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો. જાણકારો એવુ કહે છે કે દર 100 વર્ષે એક મહામારી આવે છે જે સમગ્ર માનવ જાતને હચમચાવી મુકે છે. 2020માં પણ એક મહામારીએ આખી દુનિયાને હચમચાવી મુકી છે. આ મહામારીએ દુનિયાના હજારો લોકોના જીવ લીધા, કેટલાય પરીવારોએ વડિલોની છત્રછાયા ગુમાવી. કોરોના મહામારીના પહેલા કેસને આજે એક વર્ષ પુરુ થયુ છે, પાછળ ફરીને જોઇએ તો કેટકેટલુ ઘટી ગયુ છે. ચીનના વુહાન પ્રાંતમાં પહેલો કેસ આજના દિવસે નોંધાયો હતો. જે વુહાનના બજારમાંથી મળી આવ્યો હતો,વાયરસ એ બજારમા ક્યાથી આવ્યો, કોણ લાવ્યુ તેની જાણકારી નથી હાથ લાગી. ધીરે ધીરે વાયરસના વધાતા વ્યાપને કારણે 1 જાન્યઆરી 2020ના રોજ તે માર્કેટને બંધ કરવામાં આવ્યું હતું. ચીનમાં કોરોનાને કારણે હાહાકાર મચ્યો હતો, દર્દીઓની સામે હોસ્પિટલમાં બેડ ખુટી પડ્યા હતા જેના કારણે ચાઇનાની સરકારે વુહાન પ્રાંતમાં 10 દિવસોમાં 1000 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ ઉભી કરી હતી. WHOએ જારી કરેલા આંકડા મુજબ 31 ડિસેમ્બર 2019 સુધી ચાઇનામાં 27 એક્ટીવ કોરોના કેસ હતા .ચાઇનીઝ સરકારે વુહાન પ્રાંતમાં લોકડાઉન નાખી દિધુ હતું. 31 ડિસેમ્બરે WHOએ કોરોના વાયરસ વિશે દુનિયાને માહિતી આપી હતી ,ત્યારે કોઇને નહોતી ખબર કે આ વાયરસ આ હદે ખતરનાક હશે. ફેબ્રરુઆરી આવતા આવતા કોરોના દુનિયાના બીજી દેશોમાં પહોચવા લાગ્યો હતો. 13 જાન્યારી 2020ના રોજ ચાઇનાની બહાર પ્રથમ દર્દી થાઇલેન્ડમાં નોંધાયો હતો જે વુહાન પ્રાંતથી થાઇલેન્ડ પરત ફર્યો હતો.

ફ્રેબ્રુઆરી આવતા આવતા અમેરીકા, યુરોપ, રશીયાના દેશોમાં કોરોના પોતાનુ રોદ્ર સ્વરુપ બતાવી રહ્યો હતો. યુરોપના દેશ ઇટલીમાં 1 દિવસના 3400થી વધુ કેસો સામે આવી રહ્યા હતા, પરિસ્થિતી એવી હતી કે કોરોનાથી મુત્યુ પામેલા વયક્તિઓના કોફિન લેવા માટે આર્મી ટ્રકને બોલવવા પડતા હતા, લાશોને દફનાવા માટે કબ્રસ્તાનોમાં જગ્યા ખુટી પડી હતી. મહામારીને કાબુમાં લાવવા માટે ત્યાની સરકારે પણ લોકડાઉનનો સાહરો લીધો હતો. દુનિયાના મોટા ભાગના દેશો મહામારી સામે લડવાના માટે લોકડાઉન નામનુ શસ્ત્ર ઉપાડ્યું હતું. ધીરે ધીરે કોરોના વાયરસો ભય પણ દુનિયામાં ફેલાઇ રહ્યો હતો, લોકોને પોતાના ઘરની બહાર નિકળતા ડર રહ્યા હતા. ભારતમાં પણ કોરોના વાયરસ પગ પેસારો કરી રહ્યા હતા. 31 જાન્યુઆરી 2020 ભારતમાં પ્રથમ કેસ કેરેલામાં નોંધાયા હતા જે વુહાનો પ્રવાસ કરીને આવ્યો હતો અને સ્વદેશ પાછો ફર્યો હતો. ધીરે- ધીરે વુહાન અને અન્ય દેશો માંથી લોકો ભારત પરત ફરી રહ્યા હતા અને જાણે પોતાની બેગમાં કોરોના લઇને આવી રહ્યા હતા. માર્ચ આવતા આવતા કોરોના કેસની સંખ્યા ભારતમાં વધી રહી હતી. જેના કારણે સૌ પ્રથમ સરકારે શાળા- કોલજો અને થિએટરો બંઘ કર્યા હતા અને લોકોને સોશ્યલ ડિસ્ટેસિગ જાણવવા માટે અપિલ કરી રહી હતી. બીજી તરફ કોરોના કેસનો વ્યાપ વધી રહ્યો હતો જેથી સરકારે ઇન્ટરનેશલ ફ્લાઇટ 23 માર્ચથી 2 મહિના સુધી બંધ રાખી હતી. સુધી બંધ કરી હતી. દેશમાં કોરોનાની સ્થિતી બીજા દેશો જેવી ના થાયતે માટે ભારત સરકારે 23 માર્ચે જનતાને જનતાને જતના કર્ફ્યુની અપિલ કરી ત્યારે ગુજરાતના મહાનગરોમા રાજ્ય સરકારે લોકડફન જાહેર કરી દિઘુ હતું. 24 તારીખે પ્રધાનમંત્રી મોદીએ પણ કોરોના સામે લડવા માટે લોકડાઉન નામનુ શસ્ત્ર ઉપાડ્યુ અને 25 માર્ચ થી 21 દિવસનુ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું. જ્યારે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું એટલે કે 25 માર્ચ 2020ના રોજ ભારતમાં એક્ટીવ કોરોના કેસની સંખ્યા માત્ર 629 હતી. જ્યારે 13 વ્યક્તિની કોરોનાને કારણે મૃત્યુ થયા હતા. ગુજરાતમાં કોરોના વાયરસનો સો પ્રથમ કેસ સુરત અને રાજકોટમાં નોંધાયો હતો જે લોકો વિદેશ યાત્રા કરીને આવ્યા હતા. ભારતમાં કોરોના માહામરીને પહોચી વળવા માટે 4 લોકડાઉન લાદવામાં આવ્યા હતા. લોકડાઉનના કારણે વેપાર ધંધા ઠપ પડી ગયા હતા. ભારતના લોકો પહેલીવાર આવી પરીરસ્થિતીનો સામનો કરી રહ્યા હતા. લોકડાઉનની અસર સીધી અસર વેપાર ધંધા પડી રહી હતી જેની અસર દેશ દુનિયાનીની ઇકોનોમીને થઇ રહી હતી. ભારતનો જીડીપી ગ્રોથ રેટ પ્રોજેકશન જે વર્ષ 2020-21 માટે 6% ની આસપાસ હતો તે ઘટાડીને 0.8% કરી દેવામાં આવ્યો છે. આ મહામારીમાં લોકોને મદદ કરવા અને ઇકોનોમીને ઉભી કરવા માટે 20 લાખ કરોડનુ રીલીફ પેકેજ બહાર પાડ્યું હતુ, APL અને BPL કાર્ડ ધારકો માટે અનાજ દિવાળી સુધી મફત કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ મજુરો રાતોરાત રેફ્યુજીમાં ફેરવાઇ ગયા હતા. રોજગાર ધંધા બંધ થવાને કારણે મજુરોએ પોતાના વતન તરફ પ્રયાણ કર્યુ હતુ પંરતુ લોકડાઉનના કારણેન વાહન વ્યવહાર બંધ હોવાને કારણે મજુરોએ ચાલતા પોતાને વતનની વાટ પકડી હતી. અડધું ભારત જાણે રોડ પર રખડતું થઇ ગયુ હોય તેમ લાગી રહ્યુ હતું, મજુરો પોતાના બાળકો , સમાન લઇ બસ ચાલી રહ્યા હતા જેમા કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મહારાષ્ટ્રના ઓરંગાબાદથી પોતાને વતન જઇ રહેલા 20 થી 25 મજુરોએ પોતાના વતન જવા નિકળ્યા હતા, રાતે રેલ્વે ટ્રેક પર વિસામો લીધા બાદ તે મજુરો બીજા દિવસની સવાર ન જોઇ શક્યા, રાતના સમયમાં માલ ગાડી તે મજુરો પર ચાલી ગઇ જેના કારણે 16 મજુરો મત્યુ પામ્યા હતા. મજુરોને લગતા હર્દય દ્વાવક સમાચાર એટલા આવી રહ્યા હતા કે સામાન્ય માણસના આંખમાં ઝળઝળીયા આવી જાય. આ મજુરોની મદદ આવ્યો હતા બોલીવુડના સ્ટાર સોનુ સુદ જેણે મજરોને પોતાને ઘર પહોચાડવા માટે જમીન પાતાળ એક કર્યા હતા.

મહામારી નવી હતી , દવા હતી નહી ડોક્ટરો અવેજીમાં બીજી ઘણી દવાઓ વાપરીને કોરોના દર્દીઓને સાજા કરી રહ્યા હતા પંરતુ વૈજ્ઞાનિકો કોરોનાની રસી શોધવામાં લાગી પડ્યા હતા . દુનિયામાં આવેલી એવી પહેલી મહામારી છે જેની રસીની શોધ આટલી જલ્દી કરવામાં આવી હોય. માર્ચમાં અમેરીકાની National Institute of Allergy and Infectious Diseases એ કોરોની સૌ પ્રથમ રસી mRNA-1273 પર કામ શરુ કરી દિધુ હતું જેના કારણે લોકોમાં એક આશાનુ કિરણ ફુટ્યુ હતુ. ત્યારે કહેવામાં આવતુ હતુ કે દુનિયાને ઓક્ટોમ્બર સુધી કોરોના રસી મળી જશે પરંતુ તે શક્ય ન બન્યું. ભારત જેની દુનિયાની બીજા નંબરની આબાદી છે તેના લોકો પણ કોરોના રસીની કાગડોળે રાહ જોઇને બેઠા હતા. 10 જુને પુણેની સિરમ ઇન્સીટ્યુટે 100 મિલીયનીમ ડિલ ઓક્સફર્ડ સાથે કરી જે કોરોના રસી પર કામ કરી રહી હતી. અને ભારતમાં કોરોના રસી બનાવવા માટે શ્રી ગણેશ થયા. ઓક્સફર્ડને પોતાની રસી પર એ હદે ભરોસો હતો કે પરીક્ષણ પહેલા તેમણે રસી લાખો ડોઝ બનાવી લીધા હતા. દુનિયાના તમામ મોટા દેશ કોરોના રસી પર કામ કરી રહ્યા હતા. 11 ઓગસ્ટના રોજ રશીયામાં નિર્માણ પામેલી Sputnik V રસી પુતિની પુત્રીને આપવામાં આવી હતી. આ રસીને લઇને ઘણા વિવાદો પણ ઉભા થયા હતા કારણ ઘણા લોકોમાં રસીની આડઅસર જોવા મળી રહી હતી. ભારતમાં પણ કોરોના રસી કોવેક્સીનના સારા પરીણામો આવી રહ્યા હતા. દરમ્યાન દુનિયા ધીરે ધીરે ખુલી રહી હતી , લોકો પોતાના ઘરેથી બહાર નિકળી રહ્યા હતા પણ નવા રુપ સાથે મોઢાં પર માસ્ક સાથે.

દુનિયા ઘણી બદલાઇ ગઇ છે. લોકોની જીવન શૈલી બદલાઇ ગઇ છે હવે લોકોને હવે એક બીજાના ઘરે જતા ડર લાગે છે. આ વર્ષે તેહવારોને પણ કોરોના ભરખી ગયો. આજે કોરોનાને એક વર્ષ પુર્ણ થશે અને સંયોગ જુવો આજના જ દિવસે બ્રિટેનની ફાઇઝર કંપની 8 લાખ લોકોને કોરોના રસી આપશે.