વડોદરા-

વડોદરા ગ્રામ્ય પોલીસના પીઆઈ અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના કેસમાં ડીવાયએસપઇ કલ્પેશ સોલંકી દ્વારા પૂછપરછનો દોર આગળ વધારવામાં આવ્યો છે . જેમાં એક રાજકીય અગ્રણીની પૂછપરછ અને કરજણ પીઆઈ મેહુલ પટેલની પણ પૂછપરછ કરવામાં આવી હોવાની માહિતી સૂત્રોએ આપી છે.આ કેસમાં થોડા સમય પૂર્વે દહેજના વાગરા નજીકથી શંકાસ્પદ હાડકા મળ્યા હતા તેની નજીકમાં આ રાજકીય અગ્રણીના મિત્રનુ ફાર્મ હાઉસ આવેલુ છે, જો કે રાજકીય નેતા દ્વારા પૂછપરછ થઈ હોવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. તેમણે મિત્રના કામ અર્થે કરજણ પોલીસ મથકે ગયો હોવાનું રટણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, PI અજય દેસાઇએ સ્વયંભૂ કોર્ટે સમક્ષ હાજર થઇને ટેસ્ટ માટે સંમતિ આપી હતી. અગાઉ સમગ્ર કેસમાં તલસ્પર્શી તપાસ માટે તપાસ અધિકારીએ નાર્કો અને પોલિગ્રાફિક ટેસ્ટ માટે અરજી કરી હતી . કોર્ટે બંને ટેસ્ટ કરાવવા માટે તપાસ અધિકારીને મંજૂરી આપી હતી.