સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી પરંતુ તેની યાદો હંમેશાં આપણી સાથે રહેશે. સેલેબ્સ સુશાંત સાથે જાડાયેલી યાદો સોશિયલ મીડિયામાં શૅર કરી રહ્યાં છે. હવે, વિકાસ ગુપ્તાએ સુશાંત સાથેની જૂની તસવીર શૅર કરીને એક્ટર અંગે વાત કરી હતી. આ તસવીરમાં સુશાંત, અંકિતા લોખંડે, પૂજા ગોર, રાજ સિંહ અરોરા, વિકાસ તથા અન્ય કેટલાંક લોકો જાવા મળે છે. આ તસવીર સાથે વિકાસે ઈમોશનલ પોસ્ટ શૅર કરી હતી અને સુશાંતને ‘કેર ફ્રી તથા ટેન્શન ફ્રી’ કહ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિકાસ ગુપ્તા ટીવી પ્રોડ્યૂસર, ક્રિએટિવ ડિરેક્ટર, સ્ક્રીનરાઈટર તરીકે લોકપ્રિય છે. આ ઉપરાંત વિકાસ ગુપ્તા ‘બિગ બોસ ૧૧’માં સ્પર્ધક તરીકે જાવા મળ્યો હતો અને શોમાં તે માસ્ટર માઈન્ડ તરીકે લોકપ્રિય થયો હતો.

વિકાસે કÌšં હતું, ‘આ એ સમય હતો જ્યારે મેં તેને એકદમ નિશ્ચિંત, મસ્તીમાં અને ખુશમિજાજ યુવક તરીકે જાયો હતો. તેને કોઈ પણ વાતની પરવા નહોતી. તેણે ભારતીય ટેલિવિઝનનો નંબર વન શો છોડી દીધો હતો અને અમે અઠવાડિયા સુધી કંઈ જ ના કરતાં અને એમ જ સમય પસાર કરતાં હતાં. અમે ચા-કાફીનો પ્લાન બનાવતા અને ફિલ્મમેકિંગ પર વાત કરતાં હતાં. મને યાદ છે કે તેણે ‘ઔરંગઝેબ’માં કામ કરવાની ના પાડી દીધી હતી, કારણ કે તેણે બીજા ભાઈનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. મને એ પણ યાદ છે કે તેણે એમ પણ કÌšં હતું કે તે કેવી રીતે યશરાજને ના પાડશે. જાકે, તે આવું કરી શક્્યો, કારણ કે તસવીરમાં વચ્ચે જે યુવતી (અંકિતા) નજર આવે છે, તે કહેતી કે તારે એ જ કરવું, જે તને ખુશી આપે છે.