ગાંધીનગર-

રાજ્યભરની વિવિધ ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી 2938 જગ્યાઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેના અંતર્ગત આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ નવ નિયુક્ત શિક્ષણ સહાયકોને ઈ-કાર્યક્રમના માધ્યમથી નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા અહતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગાંધીનગર ખાતેથી રાજ્યભરની ગ્રાન્ટેન્ડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 2938 નવ નિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરવા માટેનો ઇ-કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મુખ્યમંત્રીના હસ્તે ગ્રાન્ટેન્ડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા- 2021 અંતર્ગત પ્રતિકરૂપે પાંચ નવનિયુક્ત શિક્ષણ સહાયકોને ગાંધીનગરથી નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ જિલ્લામાં 145 શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે નવ નિયુક્ત શિક્ષણ સહાયકોએ પણ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરી દવે, શિક્ષણ વિભાગ સચિવ ડૉ.વિનોદ રાવ તેમજ વિવિધ જિલ્લાઓમાંથી કલેક્ટર, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ નવ નિયુક્ત શિક્ષણ સહાયકો ઇ-માધ્યમથી જોડાયા હતા.