અમદાવાદ-

અમદાવાદ મનપાના હેલ્થ વિભાગ દ્વારા આજે મચ્છર બ્રિડિંગ શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે અલગ અલગ કન્ટ્રક્શન સાઇટ કોમર્શિયલ એકમો અને શૈક્ષણિક એકમોમાં હેલ્થ વિભાગની ટિમ એ ચેકીંગ હાથ ધાર્યું હતું. 380 જેટલી સાઇટો ચેક કરવામાં આવી હતી જેમાં 254 જેટલી સાઇટને નોટિસ આપવામાં આવી છે અને 6 લાખથી વધુનો દંડ વસુલવામાં આવ્યો છે. અમદાવાદના 7 ઝોનમાં આજે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. નિકોલ અને નવરંગપુરાની પ્રધાનમંત્રી આવાસ યોજમાં પણ નોટિસ આપી અને દંડ વસુલવામાં આવ્યો હતો તો ગવાલીયા સ્વીટ માર્ટને પણ નોટિસ આપી 5 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો. શ્રીધર એવન્યુ અને બોપલ ફાયર સ્ટેશનમાં પણ મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા હતા. અમદાવાદમાં રોગચાળો વકરી રહ્યો છે જેને લઈને હેલ્થ વિભાગની ઊંઘ હરામ થઈ ગઈ છે. જેને લઈને તેને ચેકીંગ સઘન કરી દેવામાં આવ્યું છે. જેમાં પહેલા કોમર્શિયલ એકમો અને બાદ મા શિક્ષણિક સંસ્થા અને હોસ્પિટલ અને હોટલોનું પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં ઘણી નામાંકિત હોટલો હોસ્પિટલના ધાબા પરથી પણ મચ્છર બ્રિડિંગ મળી આવ્યા હતા જેમાં તેમણે પણ નોટિસ પાઠવામાં આવી છે અને દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આજે ફરી હેલ્થ વિભાગ ઘ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.