મુંબઇ-

એનઆઇએની કસ્ટડીમાં ફસાયેલા સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વઝેના એક પછી એક કેટલાંય રાઝ ખૂલી ચૂકયા છે. સૂત્રોના મતે તેમાં લક્ઝરી ગાડીઓની માહિતી મનસુખ મર્ડર કેસમાં સંલિપ્તતા અને જિલેટિન કાંડ સહિત હપ્તાવસૂલીનું રેકેટ ચલાવાનું મુખ્યત્વે સામેલ છે. જાે કે વઝેના વકીલે આરોપોને નકારી દીધા છે. પરંતુ દ્ગૈંછના વકીલ દ્વારા સ્પેશ્યલ કોર્ટમાં અપાયેલ દલીલમાં વઝે પર તમામ આરોપ પુરાવા સાથે લગાવ્યા છે. આ કડીમાં તાજાે મામલો વઝેના બેન્ક ખાતામાં ૧.૫ કરોડ રૂપિયાની નવી વાત સામે આવી છે, દ્ગૈંછના વકીલે કોર્ટમાં તેની યોગ્ય એજન્સીથી તપાસ કરાવાની માંગણી કરી છે. કહેવાય છે કે આ રકમ વઝેના એ વેપાર સાથે જાેડાયેલી છે જેના તે ડાયરેકટર છે.

જિલેટિન કાંડ અને મનસુખ મર્ડર કેસમાં દ્ગૈંછ અત્યાર સુધીમાં મુંબઇ પોલીસના અંદાજે ૫૦થી વધુ પોલીસકર્મીઓની પૂછપરચછ કરી ચૂકયું છે અને દરરોજ કોઇને કોઇ અધિકારીને બોલાવીને પૂછપરચછ કરી રહ્યા છે. મનસુખ મર્ડર મિસ્ટ્રી કેસમાં ધરપકડ વિનાયક શિંદે અને નરેશ ગૌરને દ્ગૈંછની થયેલી પૂછપરચછમાં પણ ઘણી માહિતી બહાર આવી છે. તેની માહિતીમાં આ મર્ડર કેસમાં વઝેની સંલિપ્તતા પણ સામે આવી છે, જેમાં વઝે એ આ વારદાતને કરવા માટે કેટલાંય લોકોને અપ્રત્યક્ષ રીતે સહયોગ કર્યો છે. જેમાં પ્રદીપ શર્મા પણ સામેલ છે, જેની બે દિવસથી પૂછપરછ ચાલુ છે.

સૂત્રોનું માનીએ તો આ ઘટનાના સૂત્રધાર સચિન વઝેને મળવા ૨ થી ૫ માર્ચની વચ્ચે કેટલાંય અધિકારી તેના પોલીસ મુખ્યાલય સ્થિત સીઆઇયુ કેબિનમાં પહોંચ્યા હતા. ૫મી માર્ચના રોજ મનસુખ હિરેનનો મૃતદેહ ઠાણેના રેતી બંદર ખાડીમાં મળતા પહેલાં વઝેની ગતિવિધિઓ ખૂબ જ શંકાસ્પદ હતી. તેમાં વઝેની સાથે વરિષ્ઠ અધિકારીઓની મુલાકાત દ્ગૈંછ અધિકારીઓને સૌથી વધુ ખટકી રહી છે.