રાજકોટ-

રાજકોટમાં આજીડેમ પોલીસે ગેરકાયદેસર દેશી તમંચા મામલે બે ઇસમોને ઝડપી પાડયા છે. પોલીસ તપાસમાં આ ગેરકાયદેસર દેશી તમંચો યૂટ્યૂબ પરથી જોઈને બનાવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બાતમીના આધારે રાજેશ જયસીંગભાઈ આંકોલિયા નામના ઇસમની દેશી તમંચા સાથે ધરપકડ કર્યા બાદ આ સમગ્ર મામલો તેની પૂછપરછ દરમિયાન સામે આવ્યો હતો. પોલીસે રાજેશની દેશી તમંચા સાથે ધરપકડ કર્યા બાદ તેની વધુ પૂછપરછમાં સામે આવ્યું કે મૂળ મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના અને રાજકોટના ગોંડલ રોડ પર આવેલ હર્ષ મશીન ટુલ નામના કારખાનામાં રહેતા નવીનકુમાર રામબાબુ દાદોરીયા નામના ઇસમે આ દેશી તમંચો ઓનલાઈન યૂટ્યૂબના માધ્યમથી બનાવી આપ્યો હતો. પોલીસે તેની પાસેથી ડ્રોઇંગ કરેલ બંદૂકના સ્કેચ, હથિયાર બનાવમાં ઉપયોગી સ્પ્રિંગ, બંદુક બનાવવાનું રો મટીરીયલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે દેશી તમંચો બનાવનાર મધ્યપ્રદેશના નવીનની વધુ પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તે બે મહિલા પહેલા જ રાજકોટ ખાતે મજૂરી કામ માટે આવ્યો હતો. જે અહીં ગોંડલ રોડ પર આવેલા હર્ષ મશીન ટુલ્સ ખાતે રહેતો હતો. તેમજ આ જ કારખામાં લગાડવામાં આવેલ મશીનની મદદથી જ તેને ઓનલાઈન વીડિયો જોઈને દેશી તમંચો બનાવ્યો હતો. જોકે પોલીસે ઇસમની વધુ પૂછપરછ શરૂ કરી છે કે તેને અગાઉ આવું હથિયાર બનાવ્યું છે અને કોઈને વહેચ્યું છે.