ગાંધીનગર, ગુજરાતમાં શિક્ષણકાર્યને વેગ આપવા સોમવારથી ધોરણ-૯ અને ૧૧ના વર્ગનો પ્રારંભ થશે. કોવિડ-૨૦૧૯ની માર્ગદર્શીકાના સંપૂર્ણ પાલન સાથે ધોરણ-૯ અને ૧૧નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો થતો જાય છે. રાજ્યમાં જનજીવન રાબેતા મુજબ થઇ રહ્યું છે. હાલમાં ધોરણ-૧૦ અને ૧૨ના વર્ગ નિયમિત શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે બીજા તબક્કામાં હવે ધોરણ-૯ અને ૧૧ના વર્ગ પણ શરૂ કરવામાં આવશે. સોમવારથી કોવિડ-૨૦૧૯ની માર્ગદર્શિકાના સંપૂર્ણ પાલન સાથે ધોરણ-૯ અને ૧૧ના વર્ગ શરૂ થશે. શિક્ષણકાર્યને રાબેતામુજબ કરવાની દિશામાં સરકારે આ ર્નિણય કર્યો છે. જાે કે ધોરણ-૯ અને ૧૧ માટે પણ વિદ્યાર્થીઓ ઉપરાંત વાલી . સંચાલક અને શૈક્ષણિકસ્ટાફ સહિતના તમામ લોકોએ ગાઇડલાઇનના પાલન સાથે શિક્ષણકાર્યને ગતિ આપવાની રહેશે. શૈક્ષણિકકાર્ય શરૂ કરવાના સરકારના ર્નિણયને મહદઅંશે આવકાર સાંપડ્યો છે.

શૈક્ષણિકાકાર્યને વેગ આપવાની દિશામાં હવે ધોરણ- ૯ થી ૧૨ના વર્ગ રાબેતા મુજબ થશે. તો ટૂંક સમયમાં હવે ધોરણ-૧ થી ૮ ના વર્ગ લાંબા સમયથી બંધ છે તેને પુન શરૂ કરવાની દિશામાં પણ સરકાર ર્નિણય કરશે. આ ઉપરાંત કોલેજના ફાઇનલ સિવાયના વર્ષમાં પણ કોવિડ૨૦૧૯ના સંપૂર્ણ પાલન સાથે શૈક્ષણિક કાર્ય શરૂ કરી ટૂંક જ સમયમાં શૈક્ષણિકકાર્યને સંપૂર્ણ ધમધમતું કરવા સરકારે કવાયત હાથ ધરી છે. જેથી આગામી સમયમાં પરીક્ષા અને ત્યારપછી નવું શૈક્ષણિકસત્ર રાબેતા મુજબ ધમધમતું કરી શકાશે.

નિયમનું પાલન કરવાનું રહેશે

• વિદ્યાર્થીઓ ઉપરાંત સંચાલક-આચાર્ય અને સ્ટાફ માટે માસ્ક ફરજીયાત

• શૈક્ષણિક સંકુલને સંપૂર્ણ સેનીટાઇઝેશન કરવું

• શાળામાં સામાજિક દૂરી જાળવવાના નિયમનું ચુસ્ત પાલન કરવું

• વિદ્યાર્થી શાળાએ હાજરી આપતાં અગાઉ માતા-પિતાનું સંમતિપત્રક ફરજીયાત