આજકાલ દરેક સ્માર્ટફોનનો યૂઝ કરે છે. આટલી વ્યસ્ત લાઈફમાં સ્માર્ટફોનનો ઉપયોગ દિવસ દિવસે વધતો જઈ રહ્યો છે. બધા આ નાના ડિવાઇસથી એકબીજા સાથે કનેક્ટ અને અપડેટ થાય છે. એટલું જ નહીં પરંતુ આ એક મનોરંજનનું માધ્યમ પણ બની ગયું છે. તેનાંથી શોપિંગ, મૂવી ટિકિટ, ફ્લાઇટ ટિકિટ અને અભ્યાસ માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. 

દરેક ઘરમાં માણસથી વધુ સ્માર્ટ ફોન થઈ ગયા છે. આજકાલ સ્માર્ટફોન વગર લાઈફ અધૂરી થઈ ગઈ છે. આ એક જરૂરતની સાથે આદત પણ બની ગયું છે. સ્માર્ટફોન યૂઝ કરવાના ઘણાં લાભ છે, પરંતુ આ વિશ્વાસનીય ડિવાઇસના થોડા નુકસાન પણ છે. જાે તમે લાંબા સમય સુધી તમારાં સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તે જાણવું પણ જરૂરી છે કે તેમાં ઉત્પન્ન થતી લાઇટ તમને કેટલું નુકસાન કરે છે. અને ઘણી બીમારીઓ પણ આવે છે! તો આજે તમને જણાવીશું કે સ્માર્ટફોનમાં થતી લાઇટથી નુકસાન અને તે સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે.


સ્માર્ટફોનમાં થતી લાઇટ કેવી રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે?



આપણું શરીર સ્વાભાવિક રીતે એક ચક્રનો પાલન કરે છે. જે આપણને દિવસ દરમિયાન જાગતાં રહેવા માટે સતર્ક કરે છે. રાત્રે આરામ કરવા માટે આપણી મદદ કરે છે, પરંતુ જ્યારે આપણે ઊંઘવા જઈએ છીએ ત્યારે આ સ્ક્રીનને જાેઈએ છીએ. તો તેનાંથી મગજ ભ્રમિત થાય છે. રાત્રે મસ્તિષ્ક મેલાટોનિન હોર્મોન્સનું ઉત્પાદન કરે છે જે આપણને ઊંઘવા માટે સંકેત આપે છે, પરંતુ તે સમયે સ્માર્ટફોનનો ઉપયોગ કરતી વખતે જે લાઈટ થાય છે. તેનાં કારણે મસ્તિષ્ક મેલાટોનિન હોર્મોન્સનું ઉત્પાદન નથી કરી શકતું. જેનાં લીધે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.


કઈ કઈ બીમારીઓ તમને થઈ શકે?


* પૂરતી ઊંઘ નથી મળતી તો ન્યૂરો ટોક્સિન બિલ્ડ અપ થઈ શકે છે, જેનાંથી સારી ઊંઘ મેળવવી મુશ્કેલ થઈ જાય છે અને ઇનસોમેનિયા નામક બીમારી થાય છે.

* સ્માર્ટ ફોનના લીધે રાતની ઊંઘ ખરાબ થાય છે અને તેનાંથી બીજા દિવસે કોઈ પણ કાર્ય સફળ થતું નથી. મગજ સારી રીતે કામ નથી કરતું અને થકાવટ મહેસૂસ થાય છે.

* જ્યારે મેલાટોનિન હોર્મોન્સ સારી રીતે કામ નથી કરી શકતા એ પણ સ્માર્ટ ફોનથી થતી લાઇટના લીધે ત્યારે અન્ય હોર્મોન પર પણ પ્રભાવ પડે છે, જે ભૂખને સારી રીતે નિયંત્રિત નથી કરી શકતા. સંભવિત રીતે મોટાપાનું જાેખમ વધી જાય છે.

* તમારી ઊંઘનું શિડ્યુલ બગડવાથી માથાનો દુ:ખાવો, કન્ફ્યુઝ થવાની પરેશાની અને તમારી યાદશક્તિ પર પણ અસર થાય છે.

* એક રિસર્ચમાં સામે આવ્યું છે કે સ્માર્ટફોન પર ટોયલેટથી દસ ગણા વધુ બેક્ટેરિયા હોય છે. તો વિચારો કે જમતા સમયે તમે કેટલી વખત ફોનનો ઉપયોગ કરો છો? અને કેટલાં બેકટેરિયા તમારાં હાથ મારફતે શરીરમાં જાય છે?

* સ્માર્ટફોનની લાઈટના લીધે જ્યારે મેલાટોનિન હોર્મોન સારી રીતે કામ નથી કરતું ત્યારે તે ડિપ્રેશનના શિકાર પણ બની જાય છે.

* સ્માર્ટફોનમાંથી થતી લાઈટ અને ઊંઘ વચ્ચે કોઇ સંબંધ છે, જેનાં લીધે મહિલાઓમાં પ્રોસ્ટેટ અને બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના હોય છે.

* સ્માર્ટફોનમાં થતી બ્લ્યૂ લાઇટથી આંખો સંબંધિત કેટરેક્ટ જેવી બીમારી પણ થાય છે. આંખો ઉપર બ્લ્યૂ લાઇટ સીધી પડતાં તે રેટીનાને ડૅમેજ કરે છે. તે ઉપરાંત ઘણાંની આદત હોય છે કે તે અંધારામાં પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. જેનાંથી આંખો ઉપર ખરાબ અસર થાય છે.