આણંદ : આણંદ પાલિકાના જંગમાં ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવતીકાલે છેલ્લો દિવસ બાકી છે તેમછતાં કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરવાને બદલે પ્રાઇવેટમાં મેન્ડેટ આપવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જાેકે, આની પાછળના કારણો શું હોઈ શકે? તે વિશે અનેક તર્કવિતર્ક વહેતાં થયાં છે. એવી ચર્ચા છે કે, એક ધારાસભ્ય દ્વારા કેટલાંક ઉમેદવારની પસંદગી પર વાંધા-વચકા કાઢી પક્ષમાં ખંચતાણ ઊભી કરી છે. આવતીકાલે ફોર્મ રજૂ કરવાનો અંતિમ બે છે તેમછતાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી ન હતી. બીજી બાજુ પક્ષમાં ચાલતી ચર્ચા મુજબ, કોંગ્રેસના એક ધારાસભ્ય દ્વારા કેટલાંક ઉમેદવારની પસંદગી પર નારાજગી દેખાડવામાં આવી છે. પરિણામે ડખો ઊભો ન થાય અને આંતરિક ખંચતાણ ઊબી ન થાય તે માટે ખાનગીમાં ફોન કરીને ફોર્મ ભરવાનું જણાવી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

પાલિકા હદને અડીને આવેલી ગ્રામ પંચાયતના નેતાના ઇશારે કોંગી ઉમેદવારની ટિકિટ કાપવાનો ખેલ?

આણંદ પાલિકાના જંગમાં ઉમેદવારી ભરવાની પ્રક્રિયા પૂર્ણતાને આરે છે તેમછતાં કોંગ્રેસમાં ઉમેદવાર પસંદગી મામલે ભારેલાઅગ્નિ જેવી સ્થિતિ પાછળ એક ચર્ચા મુજબ પાલિકા હદને અડીને આવેલી ગ્રામ પંચાયતના નેતા દ્વારા ખેલ રચાયો છે! આ ગામ વિસ્તાર નજીકના વોર્ડના કોંગીના મજબૂત ગણાતાં ઉમેદવારના પત્તા કાપવા એડીચોટીનું જાેર લગાવતાં મુદ્દો પક્ષમાં ચર્ચાની એરણે ચઢ્યો છે. ત્યારે આ નેતાનો આશય શું હશે? એવાં સવાલ પણ ઊઠવા પામ્યાંનું જાણવા મળેલ છે. નવાઇની વાત એ છે કે, આ વખતના પાલિકા જંગમાં કોંગી નેતાઓ પુનઃ શાસન આવે તેવાં પ્રયાસ હાથ ધરી રહ્યાં છે ત્યારે મજબુત મનાતા ઉમેદવારને કાપવા ગ્રામ પંચાયત નેતાના ઈશારા પાછળ કુછ તો ગરબડ હૈ...